For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે કરશે વાતચીત, જાણો ખાસ વાતો

PM નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : PM નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યમંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્ર પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ચ્યુઅલ પ્રોગ્રામ આજે સવારે 11.30 કલાકે શરૂ થશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) શું છે?

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) શું છે?

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 5 વર્ષથી વધુ અને 18 વર્ષથી નીચેના બાળકોને તેમની અદમ્ય હિંમત અને બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવે છે. આ બહાદુર બાળકોગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લે છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર શૈક્ષણિક સિદ્ધિ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી જેવા છક્ષેત્રોમાં અસાધારણ ક્ષમતા અને ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે આપવામાં આવે છે.

આ પુરસ્કારો દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આપવામાંઆવે છે, પરંતુ આ વખતે કોવિડ 19ને કારણે રાષ્ટ્રપતિ ભવનમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો નથી.

તો આજે વડાપ્રધાન મોદી વિજેતાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી કનેક્ટ થશે, જેમાં બાળકો તેમના માતા-પિતા અથવા વાલીઓ અને સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે જિલ્લા મુખ્યાલય પર હાજર રહેશે અને તેઓ વડાપ્રધાનમોદી સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી શકશે.

1,00,000/- રોકડ પુરસ્કાર

1,00,000/- રોકડ પુરસ્કાર

ઉલ્લેખીય છે કે, વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારના દરેક વિજેતાને મેડલ, રૂપિયા 1,00,000/- રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.

આજેવિજેતાઓને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. જેના માટે બ્લોક ચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

આ વર્ષે દેશભરમાંથી 32 બાળકોને પ્રધાનમંત્રીરાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021 થી સન્માનિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી બાળ પુરસ્કારના વિજેતાની યાદી

પ્રધાનમંત્રી બાળ પુરસ્કારના વિજેતાની યાદી

  • અમેયા લગુડુ
  • વ્યોમ આહુજા
  • હૃદય આર કૃષ્ણ
  • અનુરાગ રામોલા
  • તનુજ સમદ્દર
  • વેનિશ કેશમ
  • સૌહાર્દ ડે
  • જ્યોતિ કુમારી
  • કુંવર દિવ્યાંશ સિંહ
  • કામેશ્વર જગન્નાથ વાઘમારે
  • રાકેશકૃષ્ણ કે
  • શ્રીનાભ મૌજેશ અગ્રવાલ
  • વીર કશ્યપ
  • નમ્યા જોશી
  • અર્ચિત રાહુલ પાટીલ
  • આયુષ રંજન
  • હેમેશ ચદલવડા
  • ચિરાગ ભણસાલી
  • હરમનજોત સિંહ
  • મો. શોએબ
  • આનંદ
  • અન્વેષ શુભમ પ્રધાન
  • અનુજ જૈન
  • સોનિત સિસોલકર
  • ખ્યાતિ સિંહ
  • સવિતા કુમારી
  • અર્શિયા દાસ
  • પલક શર્મા
  • મોહમ્મદ રફી
  • કામ્યા કાર્તિકેયન
  • ખુશી ચિરાગ પટેલ
  • મંત્રા જીતેન્દ્ર હરખાણી

English summary
PM Modi will interact with the winners of 'Pradhan Mantri Rashtriya Bal Puraskar' today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X