પ્રિયંકાએ સંભાળ્યો મોરચો, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસ પાર્ટીમાં રણનીતિને અંજામ આપવામાં આવી રહ્યું છે અને પાર્ટીની તૈયારીઓ ગતિમાન થઇ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાજપોશી અને પાર્ટી સંગઠનમાં પરિવર્તનને લઇને પ્રિયંકા ગાંધીએ મંગળવારે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે આ બેઠકમાં રાહુલ ગાંધીએ ભાગ લીધો ન હતો.

મળતી માહિતી અનુસાર પ્રિયંકા ગાંધીએ આજે રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. આ બેઠકમાં અહેમદ પટેલ, જર્નાદન દ્રિવેદી, મધુસૂદન મિસ્ત્રી, જયરામ રમેશ, મોહન ગોપાલ, અજય માકન વગેરે નેતાઓએ ભાગ લીધો હતો.

એવું લાગે છે કે પ્રિયંકા ગાંધી પણ હવે રાજકારણમાં સક્રિય થઇ ગયા છે. કહેવામાં આવે છે કે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ટોચના નેતાઓની સાથે બેઠકમાં કોંગ્રેસ સંગઠનમાં પરિવર્તનને લઇને ચર્ચા કરી. અત્રે ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ ઑલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક પ્રસ્તાવિત છે અને આ દિવસે મોટા નિર્ણય પહેલાં પાર્ટીની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં 16 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ કમિટીની બેઠક થવાની હતી.

sonia-priyanka

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે 2014ની લોકસભા ચૂંટણીની રણનિતી પર ચર્ચા કરી. આ ઉપરાંત બેઠકમાં 2014ની ચૂંટણીની રણનિતીની સાથે રાહુલ ગાંધીના પીએમ પદના ઉમેદવારની જાહેરાત, નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી પર પણ ચર્ચા થઇ. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી ચૂક્યાં છે કે ત્રીજા કાર્યકાળ માટે તે ઇચ્છુક નથી અને રાહુલ ગાંધીને આ પદ માટે સૌથી પ્રબળ દાવેદાર ગણાવ્યા.

પ્રિયંકા ગાંધી અત્યાર સુધી સોનિયા ગાંધીના મત વિસ્તાર રાયબરેલી અથવા રાહુલ ગાંધીના અમેઠીથી જ સક્રિય રહી છે. એવું પ્રથમ વાર બન્યું છે કે જ્યારે પ્રિયંકાએ દિલ્હીમાં તે મોટા નેતાઓ સાથે બેઠક કરી છે જે પાર્ટીના થિંક ટેંક માનવામાં આવે છે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાયબરેલીની પાંચ વિધાનસભા સીટો ગુમાવી ચૂકેલી કોંગ્રેસે પોતાની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢને બચાવવા માટે તનતોડ મહેનત શરૂ કરી દિધી છે. હેતું ફક્ત એક જ છે, કોંગ્રેસના પારંપારિક ગઢની સાથે આસપાસના સંસદીય વિસ્તારમાંથી પાર્ટીના જનાધારને તૂટતો બચાવવાનો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીને આગળ કરીને સંગઠનને નવેસરથી ઉભું કરવાની શરૂઆત કરી દિધી છે. સંગઠનને ફરીથી મજબૂત કરવા માટે કેટલાક નવા પ્રયોગો શરૂ કરી દિધા છે.

English summary
Priyanka Gandhi, the sister of Congress vice-president Rahul Gandhi, on Tuesday held a meeting with party leaders Ahmad Patel, Janardan Dwivedi, Jairam Ramesh, Madhusudan Mistry, Mohan Gopal and Ajay Maken.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.