'રાહુલનું કામ નક્કી કરશે કે તે નેતૃત્વના લાયક છે'

કોંગ્રેસે તેમને નેતા તરીકે સ્વિકાર કરી લીધા છે, પરંતુ તે દેશનું નેતૃત્વ કરવા માટે લાયક છે કે નહી તે અંગેનો નિર્ણય તેમના કામથી થશે. આ તેમની નિતીઓ પર નિર્ભર કરશે. મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે દેશમાં એવો કોઇ નેતા નથી જે દેશનો નેતા હોવાનો દાવો કરી શકે. મુલાયમ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ત્યાં સુધી કહ્યું હતું કે હું પણ દેશનો નેતા નથી.
તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે વડાપ્રધાન મંત્રી બનવા માંગે છે? સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે રાજકારણમાં કોઇ પૂર્વાનુમાન લગાવી ન શકાય. તેમને કહ્યું હતું કે રાજકારણમાં નિર્ણય તે સમયની પરિસ્થિતીઓ પર આધારિત થાય છે. પ્રાથમિકતા પાર્ટીને મજબૂત બનાવવાની છે. આપણને પદ ત્યારે મળે છે જ્યારે આપણે મજબૂત હોઇએ છીએ.












Click it and Unblock the Notifications
