દિલ્હી રેપ: આરોપી મનોજનો યુ ટર્ન, બીજા શખ્સનું લીધું નામ

manoj kumar
નવી દિલ્હી, 21 એપ્રિલ: દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી ગુડિયા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી મનોજ પોતાના નિવેદનથી પલટી ગયો છે. પોલીસની પૂછપરછમાં મનોજે જણાવ્યું કે તેણે ગુડિયાની સાથે દુષ્કર્મ નથી કર્યું. રવિવારના રોજ રિપોર્ટમાં દાવો કરાયો કે પાંચ વર્ષિય યુવતી ગુડીયાની સાથે બે લોકોએ સામુહિક બળાત્કાર કર્યો.

બિહારમાંથી ધરપકડ કરવામાં આવેલ મનોજ અંગે જણાવવામાં આવે છે કે પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે તેના સાથી પ્રદીપ કુમાર પણ આ જઘન્ય વારદાતમાં સામેલ હતો.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વાતની તપાસ કરવામાં આવશે કે આ ઘટનાને મનોજે એકલાએ અંજામ આપ્યું છે કે પછી તેની સાથે અન્ય કોઇ સામેલ હતું. મનોજને બિહારમાંથી ધરપકડ કરીને શનિવારે દિલ્હી લાવવામાં આવ્યો હતો અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ઘટના બાદ દિલ્હીમાં લોકોનો આક્રોષ વધી રહ્યો છે અને લોકો સોનિયા ગાંધી, શીલા દીક્ષિત, અને ગૃહમંત્રીના રહેઠાણ સ્થળે તેમજ એઇમ્સની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ મિશ્રાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X