500 કરોડના ખર્ચે ચમકાવાશે રાહુલ ગાંધીનું ભાગ્ય!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી: કોંગ્રેસે નવેસરથી રાહુલ ગાંધીને ઇમેજ ચકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રચાર માટે કોંગ્રેસ પાર્ટીએ બે કંપની સાથે કરાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ બેં કંપનીઓને જાહેરાત અને પીઆરની જવાબદારી સોંપી છે. આ કરાર જાપાનની એડવર્ટાઇઝમેન્ટ કંપની અને પીઆર કંપની ડેંટસૂની સાથે કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે કોંગ્રેસ તેના માટે 500 કરોડ રૂપિયા કંપનીને ચૂકવશે.

ડેંટસૂ ઇન્ડિયા રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચારનું કામ કરશે. બીજી તરફ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની હાજરીને મજબૂત કરવા માટે બુર્સન માર્સટેલ કંપનીની સાથે કરાર કર્યો છે. આ કંપની રાહુલ ગાંધીના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટર સંભાળશે. એટલે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના આ બંને એકાઉન્ટ પર રાહુલ ગાંધીની દરેક વસ્તું આ કંપની સંભાળશે.

rahul-gandhi

2014ના એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે આ કરાર કર્યો છે. રાહુલ ગાંધીના પ્રચાર માટે થીમ આમ આદમી સશક્તિકરણ રાખવામાં આવી છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની છબિને સોશિયલ મીડિયા પર ચમકાવવા માટે કોંગ્રેસે બુર્સન માર્સટેલર કંપની સાથે કરાર કર્યો છે. કંપનીના સૂત્રોએ આ અંગે પુષ્ટિ કરી હતી. જો કે કોંગ્રેસે આ અંગે કંઇપણ કહેવાની મનાઇ કરી દિધી છે. જો કે રાહુલ ગાંધી કોંગ્રેસના અઘોષિત પીએમ છે અને એવામાં એ નક્કી છે કે તેમની પીએમ પદના ઉમેદવારની જાહેરાત બાદ ચૂંટણી પ્રચારના પડકારો પણ નવા અંદાજમાં સામનો કરવો પડશે.

English summary
The Congress, which suffered a huge defeat in the recently held Assembly elections, has reportedly roped in Japanese advertising and communication firm Dentsu and Burson-Marsteller to strategise the 2014 Lok Sabha polls campaign for Rahul Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.