દિલ્હીમાં ગામવાળા નક્કી કરશે કોની હશે સરકાર

નવી દિલ્હી (વિવેક શુક્લા): દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી હવે યોજાવવા જઇ રહી છે. આ પરિસ્થિતીમાં એક વાતનો કાચની માફક સ્પષ્ટ છે, સત્તાની ચાવી દિલ્હીના ગામડા કરે કે બહારી દિલ્હીની વિધાનસભા ક્ષેત્રોમાં છુપાયેલી છે.

ગત વર્ષે યોજાયેલી ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ માટે આ વિસ્તાર ખરાબ સાબિત થયો છે. પત્રકાર આનંદ રાણાએ કહ્યું કે ભાજપે ગ્રામીણ પ્રભાવવાળી સીટો પર લગભગ એકતરફી કબજો કરી લીધો હતો. મુડંકાથી અપક્ષ ઉમેદવારે જીત પ્રાપ્ત કરી હતી. સુલતાનપુર માજરા અને બાદલી સીટ કોંગ્રેસના ખાતામાં ગઇ હતી. અરવિંદ કેજરીવાલ હાથ કંઇ લાગ્યું ન હતું અને તે બહુમતથી દૂર રહી ગયા હતા.

આશા કરતાં વધુ સફળતા
ભાજપને અહીં આશા કરતાં વધુ સીટો મળી હતી પરંતુ દિલ્હીના બીજા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીથી મળેલી હારથી સત્તાની ખુરશી સુધી પહોંચવાનો રસ્તો રોકી દિધો હતો. અરવિંદ કેજરીવાલે દિલ્હીના ગ્રામ્યમાં પોતાની પાર્ટીને આગળ વધારવા માટે કંઇક ખાસ કર્યું નહી. કોંગ્રેસ તો આમપણ પસ્ત છે. ગ્રામ્ય વિસ્તારોના મતદારો પર મોદીની અસર હજુ યથાવત છે. એવામાં લોકો માની રહ્યાં છે કે ભાજપ ફરી એકવાર જુના પરિણામો પુનરાવર્તિત કરી શકે છે. પરંતુ મુકાબલામાં આશંકા તો રહે જ છે.

રાણા માને છે કે ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદ માટે કોઇને સામે લાવવામાં નહી આવે. અરવિંદ કેજરીવાલે ખુલીને મુખ્યમંત્રી પદ માટે મેદાનમાં હશે. આવું ચિત્ર મતદારો જરૂર વિચારશે. કોંગ્રેસની પાસે આ વખતે ગુમાવવા માટે કશું હશે નહી. કોંગ્રેસ પોતાની છ સીટો બચાવી લે અથવા તેમાં એક બે સીટોનો વધારો કરે તો તેના માટે ઉપલબ્ધિથી ઓછું નહી હોય.

ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ જો વહેમ રહી તો નુકસાન વેઠવું પડી શકે છે. ભાજપને જો સરકાર બનાવવી જંગમાં વિજયી થવું હોય તો તેને ગ્રામ્યમાં પોતાની જૂની તાકાતને જાળવી રાખવાની સાથે જ દિલ્હીના પૂર્વી અને મધ્ય ભાગમાં અરવિંદ કેજરીવાલ પર ભારે પડવું પડશે. અરવિંદ કેજરીવાલને એ લાઇન ઉલટી કરવી પડશે એટલે કે દિલ્હીના પૂર્વી અને મધ્ય ભાગમાં પોતાની જૂની તાકાતને યથાવત રાખતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાર પર ભારે પડવું પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X