સુનંદાની મોતના મામલે શશિ થરૂરને ક્લીનચિટ!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: સુનંદા પુષ્કરને મોતના મામલે કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશિ થરૂરને એસડીએમથી ક્લિનચિટ મળી હોવાના સમાચાર છે. ગત શુક્રવારે સુનંદા પુષ્કરની લાશ સંદિગ્ધ અવસ્થામાં દિલ્હીની હોટલ 'લીલા'ના રૂમ નંબર 345માંથી મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુનંદા પુષ્કરના પરિવારજનો સાથે પૂછપરછ બાદ આ આશંકાને નકારી કાઢવામાં આવી છે કે દહેજની માંગણીની કારણે સુનંદા પુષ્કર કોઇ દબાણમાં હતી. જો કે દહેજ હત્યાની આશંકા નકારી કાઢવામાં આવી છે. જો કે એસડીએમને તપાસ સોંપવાની આવી છે કે આ દહેજ હત્યાનો કેસ તો નથી. લગ્નના સાત વર્ષમાં મહિલાની સંદિગ્ધ મોત પર કાયદાકીય રીતે તેની તપાસ જરૂરી છે.

shashi-tharoor

સુનંદા પુષ્કરની મોતના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચ એ તપાસ કરશે કે સુનંદા પુષ્કરના શરીરમાં ઝેર કેવી રીતે ગયું? શું આ દવાના ઓવરડોઝથી થયું? જો મોત દવાના ઓવરડોઝથી થયું તો ભૂલથી થયું છે કે જાણીજોઇને કે પછી કોઇનું કાવતરું હતું? સુનંદા હાથ પર મળી આવેલા ઇજા નિશાન પણ પોલીસ માટે એક પહેલી બનેલા છે.

English summary
shashi tharoor, clean chit, sunanda pushkar, death, police, શશી થરૂર, ક્લીનચિટ, મોત, પોલીસ

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.