For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની ચૂંટણી જીતશે કોંગ્રેસ, પરંતુ શીલા નહી બને CM

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઓક્ટોબર: દિલ્હી સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમમાં 11 નવેમ્બરથી 4 ડિસેમ્બર વચ્ચે મતદાન થશે. જ્યારે મતગણતરી પાંચ રાજ્યોની એકસાથે 8 ડિસેમ્બરના રોજ થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ પાર્ટીઓ વચ્ચે પોતાને સારા સાબિત કરવાની દોડ શરૂ થઇ ગઇ છે. પાર્ટીઓ પોતાને એકદમ સારી અને બીજા કરતાં ચડિયાતી સાબિત કરવાની હોડમાં લાગી ગઇ છે. કોંગ્રેસનું માનવું છે કે આ વખતે પણ કોંગ્રેસની જીત થશે. કોંગ્રેસ ચોથીવાર દિલ્હીમાં સરકાર બનાવશે. જીતની હેટ્રીક મારી ચૂકેલી મુખ્યમંત્રી શીલા દીક્ષિત આત્મવિશ્વાસથી ભરપૂર છે. શીલા દીક્ષિતે કહ્યું હતું કે કોંગ્રેસ પૂરા આત્મવિશ્વાસ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે, જો કે શીલા દીક્ષિતે એક વાત સ્પષ્ટ કરી દિધી છે કે તે આ વખતે દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી પર નહી બેસે.

sheila-dikshit-600

શીલા દીક્ષિત ચોથીવાર જીતવા માટે ઉત્સાહિત છે તો બીજી તરફ નવેલી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીની ચૂંટણીને ધર્મયુદ્ધ જેવી ગણાવી છે. શીલા દીક્ષિતનું કહેવું છે કે 10 દિવસોમાં ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ સહિત તમામ વિરોધી પાર્ટીઓને પડકાર ફેંકતા શીલા દીક્ષિતે કહ્યું હતું કે જો દિલ્હીમાં ભ્રષ્ટાચાર છે, તો સાબિત કરે. આમ આદમી પાર્ટી વિશે પ્રશ્ન પૂછવામાં આવતાં શીલા દિક્ષીતે કહ્યું હતું કે તે તો આમ પાર્ટી છે.

તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને ભ્રષ્ટ પાર્ટીઓ છે. તેમને આશા વ્યક્ત કરી હતી કે આ વખતે મતદારો કોંગ્રેસ અને ભાજપને છોડીને 'આપ'ને વોટ આપશે. તેમને દાવો કર્યો હતો કે 'આપ' દિલ્હીની ચૂંટણીમાં 47 સીટો પ્રાપ્ત કરશે.

English summary
Delhi chief minister Sheila Dikshit on Friday said the Congress party will fight the December 4 assembly elections with confidence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X