For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુડીયા' ગેંગરેપ મુદ્દે વિજિલન્સ રિપોર્ટ રજૂ કરાયો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 28 એપ્રિલ: દિલ્હીના ગાંધીનગરમાં પાંચ વર્ષની બાળકી 'ગુડીયા' સાથે ગેંગરેપના મુદ્દે વિજિલન્સ રિપોર્ટ રજૂ કરાયો છે. એસએચઓ ધમેન્દ્ર પાલ સિંહ પર ડ્યૂટી દરમિયાન લાપરવાહી વર્તવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બાળકીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. ગાંધીનગર પોલીસ મથકના એસએચઓએ ગુડીયાના પિતાને 2000 રૂપિયાની લાંચ આપી હતી. એસએચઓએ ગુડીયાના પિતાને મીડિયા અને નેતાઓ પાસે પણ જવાની ના કહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વી દિલ્હીના ગાંધીનગરમાં રહેનાર બાળકી 'ગુડીયા'નું તેના પડોશીએ 15 એપ્રિલના રોજ અપહરણ કર્યું હતું. બે દિવસો સુધી પોતાના ફ્લેટમાં બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હતું. બુધવારે બાળકીનો રડવાનો અવાઝ સાંભળ્યા બાદ પરિવારના લોકોએ તેને મુક્ત કરાવી હતી. બાળકીના ગુપ્તાંગમાંથી 200 મીલીની બોટલ અને મીણબત્તીઓના ટુકડા મળ્યા હતા. જ્યારે ગુડીયાના પિતાએ પોલીસ પાસે કેસ દાખલ કરાવવા ગયા તો પોલીસે કેસને રફેદફે કરવા માટે બે હજાર રૂપિયા લાંચના રૂપમાં ખિસ્સામાં મુક્યા હતા. જ્યારે મામલાએ જોર પકડ્યું ત્યારે દુષ્કર્મ આચરનાર મનોજ અને પ્રદીપને દિલ્હી પોલીસે બિહારથી ઝડપી પાડ્યા. જો કે હાલ એમ્સમાં ગુડીયાની સારવાર ચાલુ છે.

English summary
A vigilance inquiry into the allegations of lapses on the part the Delhi Police in the investigation of the gangrape of a five-year-old girl in East Delhi has indicted Dharampal Singh, SHO of Gandhi Nagar police station, of dereliction of duty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X