For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલંકિત નેતાઓને ચુંટણી લડવા પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમ કોર્ટે અરજી નકારી કાઢી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

supreme-court
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: દોષિત ઠેરવવામાં આવેલા નેતાઓને ચુંટણી લડવા પર પ્રતિબંધ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે સરકારની આ મુદ્દે દાખલ પુનવિચાર અરજીને નકારી કાઢી છે.

સુપ્રીમ કોર્ટે આપરાધિક કેસમાં દોષી ગણવામાં આવેલા સાંસદો અને ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના પોતાના નિર્ણય પર પુનવિચારની કેન્દ્રની અરજીને નકારી કાઢી છે. સુપ્રીમ કોર્ટ કસ્ટડીમાં બંધ લોકોને ચુંટણી લડવા પર પાબંધી સંબંધી પોતાના નિર્ણયની સમીક્ષા કરવા માટે રાજી થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય બાદ બે વર્ષ અથવા વધુની સજા થાય છે તો સાંસદ કે ધારાસભ્યની સભ્યતા છિનવી લેવાનો આદેશ યથાવત રહેશે. જો કે સુપ્રીમ કોર્ટે પોતાના તે નિર્ણય પર સરકારની વધુ એક પુનવિચાર અરજીને માની લીધી છે જેમાં જેલમાં રહીને કોઇ નેતાને ચુંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનાની 10 અને 11 તારીખના રોજ સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધીઓ સાથે જોડાયેલા બે મહત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચૂકાદા આપ્યા હતા. 10 જુલાઇના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઇપણ કેસમાં કોઇપણ કોર્ટ કોઇ સાંસદને બે વર્ષથી વધુ સજા સંભળાવે છે તો સાંસદ ભલે તે સજાની વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરે, તેની સભ્યપદ તાત્કાલિક રદ થઇ જશે.

English summary
The Supreme Court on Wednesday stood by its order to disqualify convicted politicians from serving as parliamentarians or state legislatures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X