For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સોનિયા ગાંધી કરતાં વધુ પોપ્યુલર છે સુષ્મા સ્વરાજ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 માર્ચ: ભારતીય જનતા પાર્ટીની નેતા સુષ્મા સ્વરાજ એક સર્વેક્ષણમાં સૌથી વધુ વખાણવામાં આવેલી મહિલા રાજકારણીના રૂપમાં ઉભરી આવ્યાં છે. સોનિયા ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતાને ક્રમશ બીજું અને ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે.

આ સર્વેક્ષણ વૈવાહિક વેબસાઇટ શાદી ડોટ કોમે આંતર મહિલા દિવસ (8 માર્ચ)ના અવસરે કરાવ્યો હતો. સર્વેક્ષણનો હેતુ તે સફળ ભારતીય મહિલાઓની શોધ કરવાનો હતો જેમને પોતાના કેરિયર અને ધરમાં એકદમ સંતુલન બનાવી રાખ્યું છે.

સુષ્મા સ્વરાજને સૌથી વખાણવામાં આવેલી મહિલા રાજકારણીના રૂપમાં 36.28 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. સોનિયા ગાંધી તેમના કરતાં થોડા ઓછા 33.62 ટકા મત સાથે બીજા સ્થાને રહી હતી. આ મુદ્દે જયલલિતાને 23.01 ટકા વોટ મળ્યા હતા. સર્વેક્ષણમાં 19,000 ભારતીયોએ ભાગ લીધો હતો.

sonia-sushma

શાદી ડોટ કોમના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) ગૌરવ રક્ષિતે જણાવ્યું હતું કે સર્વેક્ષણથી ખબર પડે છે કે ભારતીય યુવા તે મહિલાઓની વધુ ઇજ્જત કરે છે જે પોતાના દરજ્જા સાથે પણ લોકો સાથે સરળતાથી જોડાઇ જાય છે.

ભારતમાં જન્મેલી પેપિસ્કોની સીઇઓ ઇંદ્રા નૂઇ કોર્પોરેટ ક્ષેત્રમાં સૌથી વધુ વખાણવામાં આવેલી અને સફળ મહિલા વ્યવસાયી રહી છે. તેમને 71.63 ટકા વોટ મળ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીને 27.03 ટકા વોટ સાથે તે બીજા સ્થાને રહી હતી.

બોલીવુડમાં મોડલથી અભિનેત્રી બનેલી મલાઇકા અરોરા અવ્વલ રહી હતી. તેના પક્ષમાં 51.05 ટકા લોકોએ વોટ આપ્યા હતા. તે બીજા સ્થાન મેળવનાર કાજોલને 42.03 ટકા લોકોએ પસંદ કરી હતી.

ખેલાડીઓમાં લંડન ઓલ્મ્પિકમાં કાંસ્ય પદક જીતનાર એમ સી મેરી કોમને 39.2 ટકા વોટ સાથે આ યાદી પ્રથમ સ્થાન મળ્યું હતું, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને નિશાનેબાઝ અંજલિ ભાગવતને ક્રમશ 34.28 અને 20.72 ટકા વોટ મળ્યા હતા.

English summary
BJP leader Sushma Swaraj was voted as the most admired female politician followed by Sonia Gandhi and J Jayalalithaa in a survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X