70 કરોડ ભારતીયોને મધ્યમવર્ગમાં સામેલ કરવામાં આવશે: રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું હતું કે ગરીબી રેખાથી જીવન ગુજારનાર પરંતુ સતત નબળી સ્થિતીમાં રહેતા 70 કરોડ ભારતીયોને આગામી 5 થી 10 વર્ષોમાં 'મધ્યમ વર્ગ'માં લાવવા જોઇએ.

આગામી થોડાક મહિનાઓ યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઘોષણાપત્ર પર લોકોના અભિપ્રાય જાણવાના ક્રમમાં શ્રમિકોના પ્રતિનિધીઓ અને ફેરીવાળાઓ સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યુપીએ સરકારે અધિકાર સાથે સંકળાયેલા કેટલાય કાયદા લાગૂ કર્યા છે. તેમને કહ્યું હતું કે કાયદાએ નબળા વર્ગને સારું મહેનતાણું પ્રાપ્ત કરવા માટે એક મંચ પુરૂ પાડ્યું છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી અધિનિયમ (મનરેગા)નો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આના દ્વારા ગરીબ વર્ગોને જમીન પુરી પાડવામાં આવી છે અને જીવન ગુજરાનની અનિશ્વિતતા દૂર કરી છે.

rahul-latest-6

આ મહિનાને શરૂઆતમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લગભગ 70 કરોડ લોકોનો નવો અસ્તિત્વમાં આવ્યો છે જે 'ગરીબી રેખાથી ઉપર તો છે પરંતુ મધ્યમ વર્ગથી નીચે છે.'

તેમને કહ્યું હતું કે આ વર્ગમાં શ્રમિક, સુરક્ષા ગાર્ડ અને પેંટર સામેલ છે અને તેમના પરિવારમાં કોઇ બિમાર હોય છે તો તે તાત્કાલિક ગરીબી રેખાની નીચે જતા રહે છે અને પછી પોતાના બાળકોને શિક્ષણ પુરૂ પાડવા માટે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રાહુલ ગાંધીએ ગુરૂવારે વાતચીત દરમિયાન કહ્યું હતું કે 70 કરોડ લોકો 'દેશનું નિર્માણ કરે છે અને આગામી 5 થી 10 વર્ષોમાં તેમને મધ્યમવર્ગમાં લાવવાનો લક્ષ્ય હોવો જોઇએ.

English summary
The target in the next five-ten years should be that we upgrade these 70 crore people to middle class. These are the people, who run the country said Rahul Gandhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.