For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત અને ગુવાહાટી સાથે જોડાયેલા છે બોધગયા બ્લાસ્ટના તાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જુલાઇ: બોધગયાના પ્રસિદ્ધ મહાબોધિમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બાસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલા ટાઇમર ગુજરાતમાં બન્યા હતા. તેને ગુવાહાટીની એક દુકાનમાંથી ખરીદ્યા હતા. ગત સાત જુલાઇના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે મહાબોધિ મંદિરમાંથી મળી આવેલા બોમ્બ જેમને બાદમાં નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. તેને તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ ટાઇમર ગુજરાતના રાજકોટ સ્થિત કારખાનામાં બનાવવામાં આવ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે રાજકોટના પ્લાન્ટમાં બનાવવામાં આવેલા આ ટાઇમરોનો એક ઓર્ડર ગુવાહાટી મોકલવામાં આવ્યો હતો અને ત્યાંની એક દુકાનમાંથી એક વ્યક્તિએ તેમાંથી કેટલાક ટાઇમર ખરીદ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પહેલાં સ્થાનિક લોકોની ભાગીદારીને નકારી ન શકાય. કારણ કે જે સિલેન્ડરોમાં બોમ્બ બાંધીને રાખવામાં આવ્યાં હતા તે બિહારના જ હતા.

bodhgaya

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં મંગોલ નૈન લક્ષણોવાળા વ્યક્તિ સામેલ હોવાના વધુ પુરાવા મળ્યા છે પરંતુ તેમાં મ્યાંમારના રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હોવાની શંકાને પણ નજર અંદાજ કરી ન શકાય.

English summary
Investigators have found that the timers used to trigger explosions in Bodh Gaya were bought from a shop in Guwahati and were manufactured in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X