દિલ્હીમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, બે આતંકવાદીની ધરપકડ

સૂત્રો દ્રારા જાણવા મળતી માહિતી મુજબ એક હિજ્બુલ આતંકવાદીની જાસૂસીના આધારે રેડ પાડવામાં આવી હતી. જામા મસ્જિદ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસ અંગે આતંકવાદી લિયાકત અલી શાહે પોલીસને જાણકારી આપી હતી. આતંકવાદી લિયાકત અલી શાહની બે દિવસ પહેલાં ગોરખપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગેસ્ટ હાઉસમાંથી પકડાયેલા બે આતંકવાદીઓ કાશ્મીરી છે. આ બંને પીઓકે થી નેપાળના રસ્તે દિલ્હી પહોંચ્યા હતા. કહેવામાં આવે છે કે હુમલાને લઇને પોલીસ પાસે પહેલાં એલર્ટ હતો. શ્રીનગરમાં થોડા દિવસો પહેલાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા હુમલાની તર્જ પર અહીં હુમલો કરવાનું કાવતરું ઘડવમાં આવ્યું હતું. સ્પેશલ સેલ વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
