For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારની ઘટના બાદ દિલ્હીમાં ઉબેર કેબ્સ પર પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ડિસેમ્બર : દિલ્હી સરકારે સોમવારે ઉબેર ટેક્સીસ કે ઉબેર કેબ્સ તરીકે જાણીતી કંપનીની 'તમામ પ્રવૃત્તિઓ' પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે આ પગલું ઉબેર ટેક્સીસ કંપનીના એક ડ્રાઇવર દ્વારા એક મહિલાના બળાત્કાર કરવાની ઘટનાના પગલે લીધું છે.

delhi

દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે પણ આ આંતરરાષ્ટ્રીય કેબ બુકિંગ કંપનીને પોતાની બ્લેક લિસ્ટેડ કંપનીઓની યાદીમાં સામેલ કરી દીધી છે. આ પગલાંને લીધે ઉબેર કેબ્સને ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોઇ પણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ચલાવવા દેવામાં આવશે નહીં, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

દિલ્હીમાં શુક્રવારે રાત્રે જોબ પરથી પરત ફરી રહેલી મહિલા પર બળાત્કાર કરનાર કથિત ટેક્સી ડ્રાઇવર શિવકુમાર યાદવ ઉત્તર પ્રદેશના મથુરામાંથી ગઇકાલે પકડાઇ ગયા બાદ આજે આ શિક્ષાત્મક પગલાંની દિલ્હી સરકારે જાહેરાત કરી છે.

આ ઘટનાના સંદર્ભમાં સરકારે લીધેલા પગલાં અંગ સરકારે જણાવ્યું છે કે 'આ કમનસીબ અને ગંભીર ગુના' બદત તેમણે ઉબેર ટેક્સીસની પરમીટ અને રજિસ્ટ્રેશન રદ કરવા સાથે ડ્રાઇવરનું લાયસન્સ પણ રદ કર્યું છે. ઉબેર એપમાં તેમની સેવાઓ અંગે આપવામાં આવેલી માહિતીમાં કંપની તેના મુસાફરોને ગેરમાર્ગે દોરી રહી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ઉબેર દ્વારા મોટર વ્હીકલ એક્ટ, 1998નું ઉલ્લંઘન પણ કર્યું છે. ઉબેર દ્વારા સ્થાનિક પરિવહન માટે ઓલ ઇન્ડિયા પરમીટ ધરાવતી ટેક્સી પૂરી પાડવાનો ગુનો પણ છે.

English summary
Uber cabs banned in Delhi following rape incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X