For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપાને કોઇ અલ્ટીમેટમ આપ્યું નથી: શરદ યાદવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sharad-yadav
નવી દિલ્હી, 14 જૂન: ભાજપ અને જેડીયૂ વચ્ચે ગઠબંધન તૂટવાની ચર્ચાઓ વચ્ચે જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે આજે આ સમાચારોને ખોટા ગણાવ્યા હતા કે જેડીયૂએ ભાજપને કોઇપણ પ્રકારનું અલ્ટિમેટમ આપ્યું હોય. શરદ યાદવે કહ્યું હતું કે જે પણ નિર્ણય લેવામાં આવશે, તે શનિવારે પટણામાં યોજાનારી પાર્ટીની બેઠકમાં લેવામાં આવશે. શરદ યાદવ પણ શનિવારે પટના પહોંચશે.

ગત કેટલાક દિવસોથી ભાજપમાં ચાલી રહેલ રાજકારણ અને તેનાથી જેડીયૂની ચિંતાને જોતાં એ સ્પષ્ટ થાય છે કે ભાજપ અને જેડીયૂનું 17 વર્ષ જૂનૂ ગઠબંધન તૂટવાની આરે છે. નિતિશ કુમારને મનાવવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ ઘણીવાર તેમને ટેલિફોન કર્યો પરંતુ નિતિશ કુમાર સંપૂર્ણ રીતે એનડીએ સાથે બળવો કરવાના મૂડમાં છે.

જો કે બંને પાર્ટીઓ ગઠબંધન તોડવા માટે એકબીજાને જવાબદાર ગણાવવામાં લાગેલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે નિતિશ કુમાર ગઠબંધન તોડવા અંગે ઔપચારિક એલાન કરશે, જો કે ભાજપ માટે રાહતની વાત છે કે શિવસેના અને અકાલી દળ જેવા પક્ષો તેમની સાથે છે.

English summary
Janata Dal (United) President Sahrad Yadav on Friday said that his party has not given any ultimatum to BJP and confirmed that talks are still on to save the NDA alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X