For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફરીથી ચૂંટણીના માર્ગે દિલ્હી, 'આપે' કહ્યું કોઇ વિકલ્પ નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ડિસેમ્બર: દિલ્હી વિધાનસભાની ધૂંધળી છબિ હજુ સુધી સ્પષ્ટ થઇ શકી નથી. કોઇપણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળતાં દિલ્હીમાં કોઇની પણ સરકાર ગઠબંધન વિના જોવા મળતી નથી. એવામાં બીજા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દિધું છે કે તે ના તો તે કોઇને સમર્થન આપશે અને ના તો કોઇનું સમર્થન આપશે.

ચૂંટણી સમિતિની બેઠક બાદ આપના નેતા મનિષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં સરકાર બનાવવાની જવાબદારી ભાજપની છે કારણ કે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જો કે તેની પાસે પણ સ્પષ્ટ બહુમતી મળી નથી એટલા માટે એ પણ સરકાર બનાવવાની સ્થિતીમાં નથી.

aam-admi-party

આપના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે દિલ્હીની જનતાએ અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. એટલા માટે અમે વિપક્ષમાં બેસવા માટે તૈયાર છીએ. તેમને કહ્યું હતું કે અમે ફરીથી ચૂંટણી લડવા તૈયાર છીએ, પરંતુ તે કોઇને પણ સમર્થન નહી આપે. દિલ્હી ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સાંજે સાડા પાંચ વાગે ધારાસભ્યોની બેઠક કરશે. જો કે હવે બંને જ પક્ષો તરફ સરકાર બનાવવાની કયાવત શરૂ થઇ ગઇ છે.

English summary
AAP will not offer or seek support, ready to sit in opposition, or face a new election, Manish Sisodia reasserts party stand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X