For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્પોરેટ કે કોંગ્રેસ- કોને જોઇતી હતી અરૂણ જેટલીની Call Datails?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વન ઇન્ડિયા બ્યૂરો) ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલીના ફોનની કોલ ડીટેલના મુદ્દે દિલ્હી પોલીસે બે નવા લોકોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલિસે બધા આરોપીઓની કસ્ટડી જોઇએ છે જેથી તે તેમની પૂછપરછ કરી શકે, માટે કોર્ટમાં કેસ જતો રહ્યો છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે અને કોર્ટ તેનું કામ કરી રહી છે. એક મોટો સવાલ છે કે ભાજપ કાર્યાલયથી માંડીને એસીપીની ઓફિસ સુધી ધુમાચકડી મચી છે. તે અરૂણ જેટલીની કોલ ડીટેલ્સ જોઇતી હતી કોંગ્રેસ કે પછી કોર્પોરેટ?

કોર્પોરેટ અને કોંગ્રેસનું નામ લેવા પાછળ બે મોટા તથ્ય છે. પ્રથમ કે પોલીસે આ મામલામાં નીરજ રામની ધરપકડ કરવામાં આવી છે. નીરજ એક પ્રાઇવેટ ડિટેક્ટિવ છે અને શહાદરાના રહેવાસી છે. ગત કેટલાક વર્ષોથી આ કોર્પોરેટ કંપનીઓ માટે કામ કરી રહી છે. આ સિવાય અનુરાગ સિંહની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. અનુરાગ અને તેના ત્રણ સાથી નિતેશની પણ ધરપકડ કરવામાં આવી છે. હકિકતમાં નિતેશ જ અનુરાગ પાસેથી લેતો હતો. પોલીસે તાજેતરમાં જ અનુરાગ અને નિતેશની ઓળખ અંગે ખુલાસો થયો નથી.

arun-jaitely

હવે સવાલ એ ઉભો થાય છે કે જો નીરજ કોઇ કોર્પોરેટ કંપની માટે આ કતવાનું હતું કે પો પછી નિશ્વિતપણે કોઇ કંપની અરૂણ જેટલીને પોતાના બિઝનેસમાં કોઇ મોટો પ્રહાર કરવાની તૈયારમાં હતી. તો બીજી તરફ કોલ ડીટેલ વિરોધી પાર્ટી દ્રારા માંગણી કરવામાં આવી છે, તો તેમાં કોંગ્રેસનું નામ સૌથી ઉપર આવશે, કારણ કે હાલમાં ભાજપની સૌથી મોટી વિરોધી પાટી કોંગ્રેસ જ છે.

જો કે કોઇના નામની પુષ્ટી અથવા તેમના પર આરોપ લાગી રહ્યાં નથી, પરંતુ અરૂણ જેટલી ભાજપના દરેક મહત્વપૂર્ણ નિર્ણયમાં મહત્વપૂર્ણ નિભાવે છે, માટે અંદરનું રહસ્ય જાણવા માટે ભાજપના નેતાઓની જાસૂસી કરાવી શકાય છે. અમે તમને જણાવી દઇએ કે દિલ્હી પોલિસ આ મામલામાં સૌથી પહેલાં કોસ્ટેબલ અરવિંદ ડબાસની ધરપકડ કરવામાં આવી છે, જેને એસીપીના મેલ આઇડીનો ઉપયોગ કરી સર્વિસ પોવાઇડર પાસેથી અરૂણ જેટલીની કોલ ડીટેલ માંગી હતી.

English summary
Who has been snooping on the call data records of Leader of Opposition in the Rajya Sabha Arun Jaitley? This is the biggest question after Delhi police have arrested two more suspects.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X