અબુધબીનું બીએપીએસ હિન્દૂ મન્દિર ભારત અબુધબી વચ્ચે એક સેતુ સમાન સાબિત થશે

By: Hiren Upadhyay
Subscribe to Oneindia News

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરબ અમિરાતની રાજધાની અબુધાબી ખાતે રવિવારે અને વિજયા એકાદશીના પવિત્ર દિવસે અખાતી દેશોના પ્રથમ એવા બીએપીએસ (બોચાસણવાસી અક્ષરપુરષોતમ સસ્થા) સ્વામીનારાયણ મંદિરના ભૂમિ પુજનનો કાર્યક્રમ વરિષ્ઠ સંત પૂજ્ય ઇશ્વરચણ સ્વામીના હસ્તે હજારો ભક્તોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.

narendra modi

દુબઇના વિખ્યાત ઓપેરા હાઉસ ખાતે મદિંરની પ્રતિકૃતિ ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બીએપીએસ હિદું મદિર બે ધાર્મિક પરંપરાઓ વચ્ચેની સદભાવનાની ભૂમિ બની રહેશે. સ્થાપત્ય, આધુનિક ટેકનોલોજી અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ અનોખુ તો રહેશે જ અને ભારતની આગવી ઓળખ પણ આપશે. ત્યારે આપણાથી કોઇ ચુક ન થઇ જાય તેનુ સતત ધ્યાન રાખવુ પડશે અને તે આપણી જવાબદારી છે.

આ પ્રસગે પૂજ્ય ઇશ્વર ચરણ સ્વામીએ આર્શીવચનમાં જણાવ્યું હતું કે બ્રમહ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ મંદિક પૂજ્ય મંહત સ્વામી મહારાજની નિશ્રામાં રચાઇ રહ્યું છે. ડે આરૂબ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સંવાદિતા. મૈત્રી અને ઉદાર સેવા ભાવનાઓનું ધબકતુ કેન્દ્ર બની રહેશે. આ મંદિર કોઇપણ નાતજાત કે ધર્મ વગેરેના ભેદભાવ સિવાય સૌ કોઇને આવકારશે.

આ મંદિર અહી વસતા ભારતીયોની આવનારી પેઢીઓને ભારતીય સંસ્-તિ સાથે જોડી રાખશે. આશા છે કે વર્ષ 2020 સુધીમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે. અખાતી દેશોમાં પથ્થરમાંથી નિર્મિત પરંપરાગત શૈલીનું આ પ્રથમ મંદિર છે. આ પ્રસંગે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ અલ મોહ મ્મદ બિન ઝાયેદ અલ ન્હાન . પૂજ્ય બ્રમહ્ વિહારી સ્વામી ખાસ હાજર રહ્યા હતા. તેમજ અબુધાબીના 1800 જેટલા ભારતીયો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.


English summary
PM Modi inaugurates Abu Dhabi’s first Hindu temple, thanks Crown Prince of Abu Dhabi for its construction.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.