સગીરા પર બળાત્કાર કરનારો 23 વર્ષીય નરાધમ ઝડપાયો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના એક ગામમાં 23 વર્ષીય યુવક દ્વારા કથિત રીતે ખેતરમાં ગોંધી રાખીને 15 વર્ષની કિશોરી પર અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આરોપી હિંમત ડાભીની ધરપકડ કરી છે, જે પોતે એક ખેત મજૂર છે.

રાજકોટ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના એક ગામમાં 23 વર્ષીય યુવક દ્વારા કથિત રીતે ખેતરમાં ગોંધી રાખીને 15 વર્ષની કિશોરી પર અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આરોપી હિંમત ડાભીની ધરપકડ કરી છે, જે પોતે એક ખેત મજૂર છે.

rape

હિંમત ડાભીએ 11 માર્ચના રોજ સગીરાને ગામની સીમમાં મળવા બોલાવી હતી અને તેને એક ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં તેણે તેણીને એક રૂમમાં ગોંધી રાખી હતી અને તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો. તેણે સગીરાના નાના ભાઈને કંઈપણ જાહેર કરશે, તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.

રાણપુર પોલીસે જણાવ્યું હતું કે, હિંમત ડાભીએ 12 માર્ચની સવારે 5 કલાકે સગીરાને મુક્ત કરી હતી. ઘરે પહોંચીને, તેની માતાએ તેના ઠેકાણા વિશે પૂછપરછ કર્યા બાદ છોકરીએ તેની સાથે થયેલી ઘટના વર્ણવી હતી.

રાણપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી, એચ. એસ. ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓએ ડાભીની ભદ્રાવાડી ગામમાંથી ધરપકડ કરી હતી અને તેના પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ અને ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, બળાત્કાર પીડિતાનો પરિવાર પણ ખેતમજૂરીના કામમાં રોકાયેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X