
જાણો રાજકોટ, રાજ્ય અને દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતિ?
રાજકોટ : મંગળવારના રોજ રાજકોટ જિલ્લામાં 319 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 244 રાજકોટ શહેરના છે. પોરબંદરના વતની, જેઓ કેન્સર માટે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેમનું કોવિડ સંક્રમણને કારણે મોત થયું છે.

વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધ્યું
ભાવનગર જિલ્લામાં કુલ 152 લોકોએ કોવિડ પોઝિટિવનો ટેસ્ટ કર્યો હતો, જેમાંથી 136 શહેરના છે. જેમાં 17, 14, 10 અને 13 વર્ષની વયના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશથાય છે.
ભાવનગરમાં 136 કેસમાંથી 34 ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. કચ્છમાં 121 લોકોનો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે જામનગર જિલ્લામાં 129 લોકોનોટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,476 નવા કેસ નોંધાયા હતા.આ સાથે 2704 દર્દીઓસાજા થયા હતા. કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા હતા. જેમાંસુરત, વલસાડ અને પોરબંદરમાં એક એક મોત નોંધાયું છે.
આ સાથે રાજ્યના મોટાશહેરોમાં નોંધાયેલા કેસની વાત કરીએ તોઅમદાવાદમાં 2861,સુરતમાં 1988,રાજકોટમાં 244,વડોદરામાં 551 નોંધાયા છે.હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 37,238 છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 3.30 લાખ ડોઝઆપવમાં આવ્યા છે. આ સાથેઅત્યાર સુધી કુલ 9.38 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.હાલરાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 264 છે. જેમાંથી 225 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં હાલ 39 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાની પરિસ્થિતિ
ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. 11 જાન્યુઆરીના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,68,063 નવા કેસ નોંધાયા છે. આવા સમયે એક દિવસમાં કોવિડ 19ના 69 હજાર 959 દર્દીઓ રિકવર થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 277 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 8 લાખને વટાવી ગઈ છે. હાલમાં ભારતમાં કોવિડ 19ના સક્રિય કેસની સંખ્યા 8 લાખ 21 હજાર 446 છે.