19 વર્ષની નર્સિંગ સ્ટુડન્ટે ઘરે ગળેફાંસો ખાઈ લીધો
રાજકોટની એન રાવ કોલેજમાં નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષની યુવતીએ બુધવારની સાંજે તેના રહેઠાણમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ હજૂ જાણી શકાયું નથી.
રાજકોટની એન રાવ કોલેજમાં નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષની યુવતીએ બુધવારની સાંજે તેના રહેઠાણમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ હજૂ જાણી શકાયું નથી.

રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા શ્વેતા પામકે પંચાયત નગર ચોક સ્થિત તેના ઘરે એકલી હતી, ત્યારે આત્યંતિક પગલું ભર્યું હતું. તેના પિતા સરકારી કોન્ટ્રાક્ટર છે, જ્યારે તેની માતા નર્સ છે. તે બે બહેનોમાં મોટી હતી. યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Click it and Unblock the Notifications