17 February Covid Update : જાણો રાજકોટ, રાજ્ય અને દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતિ

બુધવારના રોજ રાજકોટ શહેરમાં 12 લોકોનો તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 17 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ શહેરમાં એક જ દિવસે કુલ 82 લોકો કોરોના મુક્ત થયા છે. હાલમાં રાજકોટ શહેરમાં 210 એક્ટિવ કેસ છે.

Covid Update : બુધવારના રોજ રાજકોટ શહેરમાં 12 લોકોનો તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 17 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ શહેરમાં એક જ દિવસે કુલ 82 લોકો કોરોના મુક્ત થયા છે. હાલમાં રાજકોટ શહેરમાં 210 એક્ટિવ કેસ છે.

જામનગર શહેરમાં સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું છે અને જામનગર જિલ્લામાં સાત લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભાવનગર જિલ્લામાં બુધવારના રોજ 11 લોકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા હતા.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં બુધવારના રોજ 884 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે 13 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. તો 2788 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

જો શહેરોમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 317, સુરતમાં 53, વડોદરામાં 202 અને રાજકોટમાં 29 કેસ નોંધાયા છે.

આ સાથે રાજ્યનો કુલમૃત્યુઆંક 10,851 થયો છે. તો રાજ્યમાં કુલ 11,97,983 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં 9,738 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે ખતમ થવાના આરે છે, પરંતુ આ દરમિયાન ગુરુવારના રોજ (17 ફેબ્રુઆરી) કોરોનાથી મૃત્યુઆંક વધી ગયો છે.

ગુરુવારનારોજ (17 ફેબ્રુઆરી) દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 30,757 કેસ નોંધાયા છે. આ સાથે કોવિડ 19 ને કારણે દેશમાં 541 લોકોના મોત થયા છે.

આદરમિયાન, એક દિવસમાં 67,538 લોકો કોરોનાથી સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં હાલમાં સકારાત્મકતા દર 2.61 ટકા છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 3 લાખ 32 હજાર 918 છે. આ સાથે ડિસ્ચાર્જ થયેલા લોકોની કુલ સંખ્યા 4,19,10,984 છે. દેશમાં કોરોના રિકવરી રેટ 98.03 ટકા છે.

ભારતમાં કોરોના વાયરસની તપાસ માટે અત્યાર સુધીમાં કુલ 75.55 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં મંગળવારના રોજ 11,79,705 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણની કુલ સંખ્યા 174.24 કરોડ

દેશમાં રસીકરણની કુલ સંખ્યા 174.24 કરોડ

દેશમાં રસીકરણની કુલ સંખ્યા 1,74,24,36,288 (174.24 કરોડ) છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં દૈનિક સકારાત્મકતા દર 2.61 ટકા અને સાપ્તાહિકસકારાત્મકતા દર 3.04 ટકા નોંધાયો છે. જો કે પાછલા દિવસ કરતા થોડો વધારે છે, હકારાત્મકતા દર 2.45 ટકા થી વધીને 2.61 ટકા થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X