For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ એંટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજકોટમાં પહેલો કેસ નોંધાયો, પડાવી હતી 75 વિઘા જમીન

'ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ લૉ' હેઠળ રાજકોટ જિલ્લામાં પહેલી એફઆઈઆર વીરપુર પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ અસ્તિત્વમાં લાવવામાં આવેલ 'ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ લૉ' હેઠળ રાજકોટ જિલ્લામાં પહેલી એફઆઈઆર વીરપુર પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. માહિતી મુજબ પોલિસે ગોંડલના ગુનાહિત જગતમાં કુખ્યાત નિખિલ દોંગા ગેંગના ચાર સભ્યો વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધ્યો છે જેની હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિખિલ દોંગાના ચાર સભ્યો પર આરોપ છે કે તેમણે 75 વિઘા જમીનના દસ્તાવેજ કરાવ્યા બાદ નક્કી રકમ જમીનના માલિકને નહિ આપીને જમીન હડપી લીધી હતી.

land

જમીન માલિકે રાજકોટના વીરપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ જિલ્લા પોલિસ ઑફિર બલરામ મીણીએ ચાર આરોપીઓ સામે ગુજરાત એંટી ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી. જાણવા મળ્યુ છે કે ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલિસે પહેલાથી ગુજકોસીટોક હેઠળ પણ કેસ નોંધાવી રાખ્યો છે. પીડિત જમીન માલિક મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડીના નિવાસી છે અને હાલમાં તે ગોંડલના નારાયણ નગરમાં રહે છે અને તેનુ નામ ગજેન્દ્ર સાંગાણી છે.

ગજેન્દ્ર સાંગાણી ખેતીકામ કરે છે અને તેની ફરિયાદ પર વીરપુર પોલિસે ગોંડલના કમલેશ સિંધવ, નરેશ સિંધવ, રમેશ સિંધ અને બચુ ગમારા પર એંટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆ કરી છે. આ અંગેની માહિતી જિલ્લા પોલિસ પ્રમુખ બલરામ મીણીએ પ્રેસ કૉન્ફરન્સમાં આપી. બલરામે જણાવ્યુ કે લેંડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદો આવ્યા બાદ આ જિલ્લામાં પહેલી એફઆઈઆર કરવામાં આવી છે. જેમાં ત્રણ ભાઈ અને એક અન્ય આરોપી શામેલ છે. ધીરુભાઈ ગમારા નામનો આરોપી ગોંડલ નગરપાલિકાના કૉન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે. સાથે જ ચારે આરોપીમાંથી નરેશ સિંધવ નિખિલ દોંગાનો માણસ છે. બલરામે જણાવ્યુ કે નરેશ સિંધવ ગુજસીટોકના આધારે અત્યારે જેલમાં છે. ચાર આરોપીઓમાંથી 2 આરોપી કમલેશ સિંધવ અને નરેશ સિંધવ પણ જેલમાં છે. જ્યારે રમેશ સિંધવ અને ધીરુ ગમારાની પણ ધરપકડ થઈ ચૂકી છે. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે પીડિતના ન્યાય આપવામાં આવશે.

શક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદશક્તિ સિંહ ગોહિલ છોડવા માંગે છે બિહાર પ્રભારીનુ પદ

English summary
Gujarat Land Grabbing (Prohibition) Act first complaint filed in Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X