For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, જાણો રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં રવિવારના રોજ સતત ચોથા દિવસે કોવિડના કેસમાં ઘટાડો યથાવત રહ્યો હતો. જેમાં 522 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના આંકડા અનુસાર ગુરુવારના રોજ 1,008 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે

|
Google Oneindia Gujarati News

રાજકોટ શહેરમાં રવિવારના રોજ સતત ચોથા દિવસે કોવિડના કેસમાં ઘટાડો યથાવત રહ્યો હતો. જેમાં 522 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના આંકડા અનુસાર ગુરુવારના રોજ 1,008 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, શુક્રવારના રોજ 958 અને શનિવારના રોજ 716 લોકો સંક્રમિત થયા હતા. આ સાથે રાજકોટ શહેરમાં રવિવારના રોજ કોઈ મૃત્યુ નોંધાયું ન હતું.

corona virus

મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે, પરંતુ લોકો આ કોરોનાની ત્રીજી લહેરમાં કોવિડને ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે. લોકો ડોક્ટર્સ પાસે મોડેથી પહોંચી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે.

મૃત્યુ પામેલા લોકો કોમોર્બિડિટીઝ ધરાવતા વૃદ્ધ લોકો

જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુ પામેલા લોકો કોમોર્બિડિટીઝ ધરાવતા વૃદ્ધ લોકો હતા. આવા દર્દીઓએ તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. જામનગર જિલ્લામાં પણ રવિવારના રોજ 55 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

આજે રાજ્યમાં 9,395 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 30 કોરોના દર્દીના મૃત્યુ થયું છે. રાજ્યમાં 16,066 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જેમાં અમદાવાદમાં 3653 કેસ, વડોદરામાં 2011 કેસ, રાજકોટમાં 773 કેસ, સુરતમાં 642 કેસ નોંધાયા હતા.

આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,438 છે. કુલ રિકવરીનો આંક 10,52,222 પહોચ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 91,320 છે. આ સાથે દેશમાં કુલ 162.73 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

English summary
huge drop in corona cases in Saurashtra, know corona situation in the Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X