સોનેરી તેતરનાં બચ્ચાની તબીયતમાં સુધારો, જાણો દુર્લભ પક્ષીની અજાણી વાતો
રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ગયા મહિને જન્મેલા સોનેરીના તેતરના ચાર બચ્ચાઓની હાલત સારી છે.
રાજકોટના પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ગયા મહિને જન્મેલા સોનેરીના તેતરના ચાર બચ્ચાઓની હાલત સારી છે. પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓએ જરૂરી તાપમાન અને ભેજ જાળવતા ઇંડામાંથી બચ્ચાને સફળતાપૂર્વક બહાર કાઢવા માટે કૃત્રિમ ઇન્ક્યુબેટરનો ઉપયોગ કર્યો હતો.

માદા પક્ષીએ ઈંડાં મૂક્યાં હતા
પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયને 2015 માં લખનઉ પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ આ પક્ષીની જોડી મળી હતી. આપ્રાણીસંગ્રહાલયનું કુદરતી વાતાવરણ પક્ષીઓને અનુકૂળ જણાતાં માદા પક્ષીએ ઈંડાં મૂક્યાં હતા.

ચીનના ગાઢ જંગલોમાં જોવા મળે છે ગોલ્ડન તેતર
ભારતમાં ગોલ્ડન તેતર જોવા મળતું નથી. તે ચીનના ગાઢ જંગલોમાં જોવા મળે છે અને યુકે, કેનેડા, યુએસએ, મેક્સિકો, પેરુ અને યુરોપઅને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પણ જોવા મળે છે.

ગોલ્ડન તેતરનું આયુષ્ય 10 થી 12 વર્ષ સુધીનું હોય છે
આ પક્ષીઓ અનાજ, પાંદડા અને જંતુઓ ખાય છે. નર પક્ષીનો રંગ સોનેરી અને પીળો હોય છે અને તેના માથા પર ક્રેસ્ટ હોય છે. માદા પક્ષીપાસે આ ક્રેસ્ટ નથી અને તેનો રંગ આછો રાખોડી છે. ગોલ્ડન તેતરનું આયુષ્ય 10 થી 12 વર્ષ સુધીનું હોય છે.

રાજકોટ પ્રાણી સંગ્રહાલય છે 502 પ્રાણીઓ અને પક્ષીઓ
રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં 59 પ્રજાતિના 502 પ્રાણીઓ અને પક્ષીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. દર વર્ષે લગભગ 7 લાખ લોકો આપ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે.












Click it and Unblock the Notifications
