રાજકોટ લોકમેળાની તૈયારીઓ શરૂ, રાંધણ છઠ્ઠથી ખુલ્લો મૂકવામાં આવશે
Rajkot News: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય રાજકોટ લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ CMના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. પરંપરાગત રીતે રાંધણ છઠ્ઠના શુભ દિવસે આ ભવ્ય લોકમેળો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

રાજકોટના લોકમેળામાં ખાસ પ્રકારનું આયોજન
લોકમેળામાં અવરનારા લાખો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક અને ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકમેળા પરિસરમાં 4 કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવશે અને 24 વોચ ટાવર બનાવવામાં આવશે, જેના પરથી સમગ્ર મેળા પર બાજ નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે 500થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, લોકમેળામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 4 ગેટ પર પ્રવેશ અને 4 ગેટ પર બહાર નીકળવાની વ્યવસ્થા રહેશે.
લોકમેળામાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રાધાન્ય આપતા ગુટખા, તમાકુ અને સિગારેટના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયો મેળાને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને કુટુંબલક્ષી બનાવવામાં મદદરૂપ થશે. રાજકોટનો આ લોકમેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકોને આકર્ષિત કરશે અને ઉત્સાહભેર ઉજવાશે તેવી અપેક્ષા છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો






Click it and Unblock the Notifications
