રાજકોટમાં ગરમીનો 3 વર્ષનો રેકોર્ડ તુટ્યો, તાપમાન 43 ડીગ્રીને પાર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આકરા તાપ સાથે ગરમીએ માઝા મુકી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાસી જાય છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે ર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આકરા તાપ સાથે ગરમીએ માઝા મુકી છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ખાસ કરીને બપોરના સમયે રાજમાર્ગો સુમસામ ભાસી જાય છે. દરમિયાન આજે રાજકોટ શહેરમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે રાજકોટમાં ગરમીએ 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થશે. આમ આજે દિવસનો સૌથી ગરમ દિવસ નોંધાશે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના અનેક શહેરોમાં હીટવેવનો માહોલ છવાયો છે. આકરા તાપ સાથે ગરમીથી લોકોની હાલત દયનીય બની છે. હવામાન શાસ્ત્રીઓનું માનવું છેકે ગરમીનો માહોલ હજુ જળવાઈ રહેશે.

Rajkot

તીવ્ર તાપ વચ્ચે રાજકોટમાં ભેજનું પ્રમાણ ઘટીને 11 ટકા થઈ જતા મોડી સાંજે બહાર નીકળેલા લોકોએ પણ લૂ વરસતી હોવાનો અનુભવ કર્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યે પણ પારો 43 સે.પર રહ્યો હતો અને સાથે 12થી 15 કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. કાળઝાળ તાપથી બપોરના સમયે શ્રમનું કામ કરવાનું લોકો મોટાભાગે ટાળવા લાગ્યા છે, આર્થિક વ્યવહારોને અસર પહોંચી છે અને બજારમાં માર્ગો સૂમસામ થવા લાગ્યા છે.

સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત સુરેન્દ્રનગર 44.5, અમરેલી 44,જુનાગઢ - કેશોદ સહિત સોરઠમાં 43.5, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં 44, દક્ષિણ ગુજરાતમાં વડોદરા 43ને પાર, રાજ્યનું સૌથી વધુ કંડલા એરપોર્ટ ખાતે 45.2 સે.તાપમાને સમગ્ર રાજ્યમાં આજે સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ઉલ્લેખનિ ચેકે દ્વારકા, દિવ,વેરાવળ,દમણ સહિતના સ્થળે દરિયાઈ ઠંડા પવનોથી લૂ વર્ષામાં રાહત રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X