For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajkot election result 2022 : રાજકોટ જિલ્લાની તમામ બેઠકો ભાજપનો કબ્જો

Rajkot election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 17 બેઠક પર જીત મળી છે.

|
Google Oneindia Gujarati News

Rajkot election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 17 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

Rajkot

Rajkot election result 2022 : રાજકોટ જિલ્લાની તમામ બેઠકો પર ભાજપની જીત

જસદણ બેઠક

જસદણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુવરજી બાવળિયાનો વિજય થયો છે. જેમને 63808 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર કરશનભાઇ કરમુરને 47636 અને કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઇ ગોહીલને 45795 મત મળ્યા છે.

ધોરાજી બેઠક

ધોરાજી બેઠક પરથી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાનો વિજય થયો છે. જેમને 66430 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર વિપુલ સખીયાને 29794 અને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 54182 મત મળ્યા છે.

જેતપુર બેઠક

જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો વિજય થયો છે. જેમને 106417 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર રોહિત ભૂવીને 29545 અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજુભાઇ સરવૈયાને 20788 મત મળ્યા છે.

ગોંડલ બેઠક

ગોંડલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાનો વિજય થયો છે. જેમને 86062 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઇને 42749 અને આપના ઉમેદવાર નિમિષા ખુંટને 13075 મત મળ્યા છે.

રાજકોટ પૂર્વ બેઠક

રાજકોટ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉદયકુમાર કાનગડનો વિજય થયો છે. જેમને 86194 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુને 57559 અને આપના ઉમેદવાર રાહુલ ભુવાને 35446 મત મળ્યા છે.

રાજકોટ પશ્ચિમ બેઠક

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. દર્શિતા શાહનો વિજય થયો છે. જેમને 138687 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયાને 32712 અને આપના ઉમેદવાર દિનેશ જોષીને 26319 મત મળ્યા છે.

રાજકોટ દક્ષિણ બેઠક

રાજકોટ ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ ટીલારાનો વિજય થયો છે. જેમને 101734 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર શિવલાલ બારસિયાને 22870 અને કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાને 22507 મત મળ્યા છે.

રાજકોટ ગ્રામ્ય બેઠક

રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાનો વિજય થયો છે. જેમને 119695 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર વશરામ સાગઠિયાને 71201 અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારને 29175 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Rajkot election result 2022 : BJP got all seat in Rajkot district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X