For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા બદલ રાજકોટને મળ્યો એવોર્ડ

રાજકોટ શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા માટે 1 કરોડ મળશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ શહેરમાં સાયકલિંગને વધુ પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ટનો ઉપયોગ કરશે.

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયા સાયકલ 4 ચેન્જ ચેલેન્જ ( #IndiaCycle4ChangeChallenge)માં ભાગ લેનારા 107માંથી રાજકોટ શહેર ટોચના 11 શહેરોમાં શામેલ છે. રાજકોટ શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન આપતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવા માટે 1 કરોડ મળશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ શહેરમાં સાયકલિંગને વધુ પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે.

ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે. કોરોના કાળમાં સાયકલિંગને પ્રોત્સાહિત કરવા શહેરી સ્થાનિક સંસ્થાઓને પ્રેરણા આપવાનો મુખ્ય હેતુ છે. આ ચેલેન્જમાં ભાગ લેતી સ્થાનિક સંસ્થાઓએ નાગરિકો વચ્ચે સાઇકલિંગને પ્રોત્સાહન આપવા અને રસ્તા પર સાઇકલ સવારો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાઓ અમલમાં મૂકવાની હતી.

cycling

રાજકોટના મેયર પ્રદીપ ડવ આ અંગે જણાવે છે કે, અમને આનંદ છે કે, રાષ્ટ્રીય કક્ષાએ અમારા પ્રયત્નોની સરાહના થઇ છે. અમે આ ફંડનો ઉપયોગ શહેરમાં સાઇકલિંગને પ્રોત્સાહન આપવા માટે કરીશું.

RMC દ્વારા ચેલેન્જમાં ભાગ લેતા પહેલા સંભવિત સાયકલિંગ રૂટ્સ અને સાઇકલ સવારો માટે જરૂરી સુવિધાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે BRTS રૂટ પર એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં સાયકલ સવારો માટે લેન બનાવવામાં આવી હતી.

cycling

આ સાથે RMCએ સોશિયલ મીડિયા પર સાયકલ 2 વર્ક ( #Cycle2Work )ને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત RMCના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ દર શુક્રવારે સાઈકલ પર ઓફિસ આવતા હતા. રાજકોટ મનપાએ રેસકોર્સમાં PPP મોડલ હેઠળ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. આ ઉપરાંત સાયકલ ખરીદદારોને સબસિડી પૂરી પાડવાની પણ યોજના બનાવી હતી.

English summary
Out of 107 participants in India Cycle 4 Change Challenge (#IndiaCycle4ChangeChallenge), Rajkot is among the top 11 cities. 1 crore will be provided for the promotion of infrastructure and projects promoting cycling in Rajkot city. The Rajkot Municipal Corporation (RMC) has also decided to use the grant to further promote cycling in the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X