રાજકોટમાં ઓલિમ્પિક કક્ષાની 10 રમત માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનશે

રાજકોટમાં ઓલિમ્પિક કક્ષાની 10 રમતો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનવા જઈ રહ્યુ છે.

રાજકોટમાં ઓલિમ્પિક કક્ષાની 10 રમતો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનવા જઈ રહ્યુ છે. મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે આ પ્રોજેક્ટ માટે એસ્ટીમેટ અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે એક બેઠક યોજી હતી. બેઠક બાદ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યુ કે શહેરના વૉર્ડ નંબર 12ના મવડી વિસ્તારમાં પુનિત 80 ફૂટ રોડ પર સર્વોદય સંકુલ પાસે 9થી 10 કરોડના ખર્ચે 10 ચોરસમીટરનુ અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. શૂટિંગ અને આર્ચરી ગેમ માટે રાજકોટમાં સૌપ્રથમ મેદાન અહીં બનશે.

pushkar patel

મનપાના ચેરમેન પુષ્કર પટેલે વધુમાં જણાવ્યુ કે મવડી વિસ્તારમાં બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, જીમ, શૂટિંગ રેન્ડ, આર્ચર પોઈન્ટ, બાસ્કેટ બોલ, ટેનિસ, વોલીબોલ અને સ્કેટિંગ સહિતની 10 રમતો માટે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. શહેરમાં ઓલિમ્પિક કક્ષાની શૂટિંગ અને આર્ચરી ગેમ માટે કોઈ વ્યવસ્થા નથી માટે મનપાએ આ બંને ગેમ ખેલાડીઓને પ્રેકટીસ માટેના મેદાનની વ્યવસ્થા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ સ્પોર્ટ્સ સંકુલ રેસકોર્સથી અઢી ગણુ મોટુ હશે એટલે કે તેમાં 1800 ચો.મીનો પ્લે એરિયા હશે જેમાં 1500 પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા હશે. આ સ્પોર્ટ્સ સંકુલમાં લેન્ડ સ્કેપિંગ ગાર્ડન સાથેનુ હશે.

આ સ્પોર્ટ્સ સંકુલ 10 હજાર ચોરસ મીટરના વિશાળ જગ્યામાં બનાવવામાં આવશે. જેમાં બાસ્કેટ બોલ મેદાન ઉપરાંત 2 ટેનિસ કોર્ટ, 1 વોલીબોલ મેદાન વગેરે બહારની બાજુએ જ્યારે ઈન્ડોર સ્ટેડિયમમાં 3 બેડમિન્ટર કોર્ટ બનશે. આ સિવાય સ્કવૉશ, જીમ, ચેસ, કેરમ વગેરેની સુવિધા આપવામાં આવશે. આ સ્પોર્ટ્સ સંકુલમાં 8 પાર્કિંગ બનશે. 50થી 60 કાર માટે કાર પાર્કિંગની સુવિધા ઉભી કરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X