For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસદણની વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ

જસદણની વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવી રાખ્યો છે. દેશના તમામ રાજ્યોની હાલત કફોડી બનતી જઈ રહી છે, ઠેર ઠેર સતત વધી રહેલા કેસને પગલે હોસ્પિટલોમાં બેડ ઘટવાની પણ ચિંતા સતાવી રહી છે. ત્યારે જસદણમાં વધુ એક હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ તરીકે ઘોષિત કરવામાં આવી છે. જસદણમાં આવેલી વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ ઘોષિત કરાઈ છે.

50 બેડની ક્ષમતા

50 બેડની ક્ષમતા

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જસદણની વિરનગર કોવિડ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા આપવામાં આવી છે એટલે કે આ હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓને એડમિટ કરી શકાશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયાએ નવી ઘોષિત કરાયેલી આ કોવિડ કેર સેન્ટર ખાતે દીપ પ્રાગટ્ય કર્યું છે.

સીઆર પાટીલની રેલીએ વિવાદ સર્જ્યો

સીઆર પાટીલની રેલીએ વિવાદ સર્જ્યો

ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલની રેલી યોજાયા બાદથી રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ભાજપના નેતા આ વાત સ્વિકારવા પણ તૈયાર નથી. અહેવાલ મુજબ રાજકોટની સ્થિતિ એવી ભયંકર છે કે સ્મશાને પણ 24 કલાકનું વેટિંગ હતું, એટલું જ નહિ દરરોજ વધતા કોરોનાના કેસમાં પણ વધારો નોંધાયો છે. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા ત્યારે રાજકોટમાં તેમણે કાઢેલા વરઘોડાએ કેટલાયને સંક્રમણ આપ્યું હશે એ તો ભગવાન જ જાણે.

જામનગરમાં પણ સ્થિતિ કાબૂ બહાર

જામનગરમાં પણ સ્થિતિ કાબૂ બહાર

માત્ર રાજકોટ જ નહિ, જામનગરની હાલત પણ કફોડી બનતી જઈ રહી છે. જામનગરમાં મોટાભાગના પ્રાઈવેટ હોસ્પિટલમાં બેડ ના હોવાના કારણે નવા દર્દીઓને સ્વીકારવાની ના પાડવામાં આવી રહી છે. જામનગર સ્વામિનારાયણ સંકૂલ દ્વારા નવી સ્થાપવામાં આવેલી કોરોના હોસ્પિટલે હાલ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું.

કોરોનાની વેક્સીન આવી જવા છતાં બધું 2021 સુધીમાં પહેલા જેવું નહિ થાયઃ ફૉસીકોરોનાની વેક્સીન આવી જવા છતાં બધું 2021 સુધીમાં પહેલા જેવું નહિ થાયઃ ફૉસી

English summary
veernagar eye hospital declared as new covid 19 hospital in jasdan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X