સુરતમાં કાંઠા વિસ્તારના ગ્રામિણોએ પ્રદૂષણ મુદ્દે કાઢી રેલી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

એક તરફ જગતનો તાત પાણીના પ્રશ્ને તો ખેતી માટે પરેશાન છે તેમાં નર્મદા પાણી છોડવાના અહેવાલથી થોડી રાહત મલી છે જોકે સુરત જિલ્લાના ખેડૂતો પ્રદૂષણનો પણ સામનો કરી રહ્યાછે અને પ્રદૂષણને કારણે તેમની રોજગારી પર માઠી અસર થઈ રહી છે.

Surat Rally

પ્રદૂષણના આ પ્રશ્નને ધ્યાનમાં રાખતા સુરત જિલ્લામાં કાંઠા વિસ્તારના 12-15 જેટલા ગામોના લોકોની આજે રેલી નીકળી છે. ખેડૂતોએ રેલીમાં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખવાની અધિકારીઓને ટકરો કરી હતી અને તે પ્રમાણેના જ બેનરો દર્શાવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ખેડૂતોએ કાઢેલી રેલીમાં આશરે સાડા ત્રણ હજાર જેટલા લોકો જોડાયા હતા.

આ રેલી સુરતના હજીરા વિસ્તારથી કાઢીને કલેકટર કચેરીએ પહોંચી હતી જ્યાં પ્રદૂષણના મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે સુરતના નદી કાંઠા વિસ્તારમાં જેમના ખેતર છે ત્યાં આવેલા કેમિકલ ફેક્ટરીઓના કારણે થતા પ્રદૂષણને વધતી સમસ્યા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે પ્રદૂષણના કારણે લોકોનું ખેતી ઉત્પાદન ઘટ્યું છે અને ઉત્પાદન ઘટાતા રોજગારી પણ ઘટી છે આ અંગે વારંવાર સરકારનું તથા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ કોઈ પગલાં ન લેવાતા આજે રેલી કાઢવામાં આવી હતી.


English summary
Surat Rally to fight against Pollution. Katha vistar villagers start this movement.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.