For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 કરોડનુ સોનુ પતિ-પત્ની પોતાના શરીરની અંદર છૂપાવીને UAEથી લાવ્યા, કેપ્સૂલોમાં ભર્યુ હતુ

વિદેશથી છુપાઈને સોનુ લાવનાર લોકો રોજ નવી-નવી રીતો શોધી લેતા હોય છે. જાણો આ પતિ-પત્ની કેવી રીતે સોનુ છૂપાવીને લાવ્યા.

|
Google Oneindia Gujarati News

સુરતઃ વિદેશથી છુપાઈને સોનુ લાવનાર લોકો રોજ નવી-નવી રીતો શોધી લેતા હોય છે. 60 વર્ષનો એક વ્યક્તિ પોતાની પત્ની સાથે અરબથી 1 કરોડ રૂપિયાનુ સોનુ છૂપાવીને લાવ્યો હતો. અહીં એરપોર્ટ પર ઈંડિયન કસ્ટમ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ તેની તપાસ કરી. જાણવા મળ્યુ કે પતિ-પત્ની બંનેએ ગુપ્તાંગમાં સોનાની કેપ્સુલો છૂપાવી રાખી હતી. આ સોનુ બહાર કાઢવામાં આવ્યુ જેનુ વજન 1 કિલો 900 ગ્રામ હતુ.

captuals

અરબથી 1 કરોડુ સોનુ છૂપાવીને લાવ્યા

કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ એ વ્યક્તિની ઓળખ મુંબઈના ઈકબાલ(60) તરીકે થઈ છે. તેની સાથે તેની પત્ની સુગરા(58) પણ હતી. બંને સંયુક્ત આરબ અમીરાત(UAE)થી પાછા આવ્યા હતા. તેમની ફ્લાઈટ શાહજાહથી સુરત એરપોર્ટ પર લેંડ થઈ કે જે રાતે લગભગ 12 વાગે પહોંચી. તે બંને વિમાનથી ઉતરવા લાગ્યા ત્યારે કસ્ટમવાળાને તેમના પર શંકા ગઈ. ત્યારબાદ તેમને રોકીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તપાસમાં સોનુ મળ્યુ.

મુંબઈના રહેવાસી, સુરત થઈને આવ્યા

અધિકારીએ જણાવ્યુ કે અમુક સોનુ તેમણે બેગમાં છૂપાવ્યુ હતુ. જ્યારે મોટી માત્રામાં પોતાના ગુપ્તાંગમાં છૂપાવ્યુ હતુ. તેમની સાથે કડકાઈ કરવામાં આવી ત્યારે બંને રડવા લાગ્યા. ત્યારબાદ તેમના ગુપ્તાંગમાંથી સોનાની કેપ્સુલ કાઢવામાં આવી. આ ઑપરેશન કસ્ટમ ડેપ્યુટી કમિશ્નર પ્રસાદ વણવંટકરની આગેવાનીમાં કરવામાં આવ્યુ. સુપ્રિટેન્ડન્ટ મુકેશ ખન્ના અને મિથિલેશ સિંહે જણાવ્યુ કે, 'પતિ-પત્ની બંને સુરતથી મુંબઈ જવાના હતા પરંતુ એ પહેલા જ પકડાઈ ગયા. ગયા સપ્તાહે પણ 350 ગ્રામ સોના સાથે ફહીમ નામનો વ્યક્તિ પકડાયો હતો. મોટાભાગના લોકો આ રીતે જ છૂપાવીને સોનુ લાવે છે.'

English summary
Couple caught on Surat airport with gold worth Rs 1 crore from UAE, husband hid 4 and wife hid 2 capsules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X