For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુરોપ- અમેરિકા બાદ સુરતમાં ફેલાયો આ રોગ, જાણો કેવી રીતે ફેલાય છે MIS-C

યુરોપ- અમેરિકા બાદ સુરતમાં ફેલાયો આ રોગ, જાણો કેવી રીતે ફેલાય છે MIS-C

|
Google Oneindia Gujarati News

અત્યાર સુધી લોકો દેશમાં કોરોના વાયરસથી પરેશાન હતા, હવે દેશમાં વધુ એક ખતરનાક બીમારીએ દસ્તક આપી છે. આ બીમારીનો પહેલો કેસ સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં એક બાળકમાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. આ બીમારીનું નામ મલ્ટી સિસ્ટમ ઇંફલેમેટરી સન્ડ્રોમ છે. જેને MIS-C પણ કહેવામાં આવે છે. પહેલો કેસ સામે આવ્યા બાદ સુરત અને ગુજરાતના લોકોમાં ચિંતા વધી ગઇ છે.

સુરતમાં સામે આવ્યો પહેલો કેસ

સુરતમાં સામે આવ્યો પહેલો કેસ

સુરતમાં રહેતા એક પરિવારના 10 વર્ષના બાળકના શરીરમાં મલ્ટિ સિસ્ટમ ઇંફ્લેમેટરી સિન્ડ્રોમ એટલે કે MIS-Cના લક્ષણ જોવા મળ્યા છે. આશ્ચર્યચકિત કરતી વાત એ છે કે આ બીમારી હાલ માત્ર યુરોપ અને અમેરિકામાં જ જોવા મળતી હતી. મોટા ભાગના કેસ ત્યાંથી જ સામે આવ્યા છે.

સુરતની હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો

સુરતની હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો

પરિવારે પોતાના દીકરાને સુરતની એક હોસ્પિટલમાં દાખળ કર્યો છે. બાળકને તાવ છે. ઉલટી, ઉધરસ, જાળાં થઇ રહ્યા છે. સાથે જ તેની આંખો અને હોઠ પણ લાલ થઇ ગયા છે. પહેલા સૂરતના ડૉક્ટર આશિષ ગોટીએ બાળકની તપાસ કરી. તે બાદ તેમણે સુરત અને મુંબઇના અન્ય ડૉક્ટરોની સલાહ લીધી. તપાસ રિપોર્ટ આવ્યો તો માલૂમ પડ્યું કે બાળકના શરીરમાં એમઆઇએસ-સીના લક્ષણ જોવા મળ્યા છે.

ગુજરાતમાં પહેલો મામલો જોવા મળ્યો

ગુજરાતમાં પહેલો મામલો જોવા મળ્યો

હાલ આ ખતરનાક બીમારીથી પીડિત બાળકના હ્રદયના ધબકારા 30 ટકા ઘટી ગયા છે. તેના શરરમાં નસો ફૂલી ગઇ હતી. જેના કારણે હાર્ટ અટેક પણ આવી શકતો હતો, પરંતુ સાત દિવસના ઉપચાર બાદ બાળકને ઘરે જવાની રજા આપી દેવામાં આવી છે, જો કે ડૉક્ટરોએ આ બીમારી દેશભરમાં ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે.

3 વર્ષના બાળકથી લઇ 20 વર્ષના કિશોરાવસ્થાના લોકોને આ બીમારી થઇ શકે છે. બાળકોએ ખાસ સાવધાની રાખવી જરૂરી છે. તબીબોનું કહેવું છે કે કોરોનાની જેમ જ ચેકઅપ દરમિયાન આ બીમારી પકડવી મુશ્કેલ છે. MIS-Cથી બચવા માટે એક જ ઉપાય છે કે તેના લક્ષણોને ધ્યાનમાં રાખવાની જરૂરત છે. જો બાળકને તાવ, ઉધરસ, ઉલટી, જાળાં, આંખો અને હોઠ લાલ થતા દેખાય તો તરત જ ડૉક્ટરને દેખાડો. આ બીમારીનો ઉપચાર છે પરંતુ સમયસર ઉપચાર ના મળવાથી આ બીમારી કોરોનાથી પણ વધુ ખતરનાક હોય શકે છે.

English summary
first-ever case of MIS-c in surat, know what is symptoms of MIS-C
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X