For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે ક્યારેય ખાધી સોનાની મીઠાઈ? સુરતમાં 11000 પ્રતિ કિલો વેચાઈ રહી છે

શું તમે ક્યારેય ખાધી સોનાની મીઠાઈ? સુરતમાં 11000 પ્રતિ કિલો વેચાઈ રહી છે

|
Google Oneindia Gujarati News

સુરતઃ ટાઈટલ વાંચીને તમને કદાચ આશ્ચર્ય થઈ રહ્યું હશે કે સોનાની મીઠાઈ પણ ભલા હોય ક્યારેય ? પણ આ મજાક નથી સુરતમાં આવા પ્રકારની મીઠાઈ વેચાઈ રહી છે. આ મીઠાઈને 'સ્વર્ણયુક્ત ઘારી' કહેવામાં આવે છે. જો આ મીઠાઈ ખરીદવા જશો તો તમારે કિલોદીઠ 11000 રૂપિયા ચૂકવવા પડશે.

ક્યાં વેચાઈ રહી છે સોનાની મીઠાઈ

ક્યાં વેચાઈ રહી છે સોનાની મીઠાઈ

સંવાદદાતાએ જણાવ્યું કે, 'સુરતની ઘારી વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ શુદ્ધ સોનાની પરતવાળી વિશેષ ઘારી અમુક દુકાનોમાં જ મળી રહી છે. હાલ આ મીઠાઈની ડિમાન્ડ ઘણી વધુ છે. સોનાયુક્ત ઘારીની 11000 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે.' આ મામલે જણાવતાં ભાગલ ક્ષેત્રના મીઠાઈ વિક્રેતા મોતીરામના ગૌરાંગ સુખાડિયાએ જણાવ્યું કે, 'ચંડી પડવા પર સ્વર્ણ ઘારી બનાવી છે. આ મીઠાઈમાં શુદ્ધ સુકાયેલ મેવો અને શુધ્ધ ઘીની સાથે થોડી ખાંડનો ઉપયોગ કર્યો છે. જેને આકર્ષક બનાવવા માટે પહેલીવાર ઘારી પર શુદ્ધ સોનાની પરત ચઢાવવામાં આવી છે. અત્યાર સુધી લોકો ચાંદીના વર્કવાળી મીઠાઈ જ ખાતા હતા, પરંતુ હવે અહીં સોનાવાળી મીઠાઈ પણ બની રહી છે.'

નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય છે

નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય છે

ગૌરાંક સુખાડિયા મુજબ અમારી દુકાનમાં આમતો આખું વર્ષ મીઠાઈ વેચાય છે, પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે આ મીઠાઈ ખાવાની અલગ જ મજા હોય છે. લોકો આ મીઠાઈ ખરીદવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં પણ ઘારી ભારી માત્રામાં વેચાય છે. અહીંની આ વિશેષ મીઠાઈ ઘારી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. દૂધનો માવો, પિસ્તા બદામ અને દેશી ઘીમાં બનેલ ઘારીનું નામ સાંભળતાં જ સુરતવાસીઓના મોઢામાં પાણી આવી જાય છે.

ફરસાાણ-નમકીન પણ ખાવામાં આવે છે

ફરસાાણ-નમકીન પણ ખાવામાં આવે છે

ઘારીની સાથે ફરસાણ-નમકીન પણ ખાવામાં આવે છે. માટે ચંદની પડવા પર્વ પર સમગ્ર સુરત શહેરમાં મીઠાઈ દુકાનોથી કરોડો રૂપિયાની ઘારી વેચાય છે. સ્વાદ પ્રિય અને ઉત્સવ પ્રિય સુરતવાસી ચંદની પડવાની રાતે શહેરના મુખ્યમાર્ગ ગૌરવપથ અને ડુમસ રોડના ફુટપાથ પર બેસીને ઘારી થાય છે. સામાન્ય પરિવારથી લઈ શ્રીમંત પરિવારના લોકો ફુટપાથ પર સ્ટ્રીટલાઈટની રોશનીમાં ઘારી ખાઈ ચંદી પડવાનો તહેવાર મનાવે છે.

કમલનાથને જ્યોતિરાદિત્ય સિંધિયાનો પલટવાર, બોલ્યા- જનતા મારી માલિક છે અને હું માલિકનો વફાદાર છું...કમલનાથને જ્યોતિરાદિત્ય સિંધિયાનો પલટવાર, બોલ્યા- જનતા મારી માલિક છે અને હું માલિકનો વફાદાર છું...

કોરોનાને પગલે ઘરોમાં ઘારી મહોત્સવ

કોરોનાને પગલે ઘરોમાં ઘારી મહોત્સવ

જો કે કોરોના વાયરસ મહામારી વચ્ચે જાહેરમાં એકઠું થવું જોખમભર્યું હોય હવે લોકો પોતપોતાના ઘરની છત પર ઘારી મહોસ્તવ મનાવે છે. અપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ચાંદની પડવાનો તહેવાર મનાવવા માટેની રીત શોધી કાઢી છે.

golden sweet
English summary
golden sweet is becoming new trends in surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X