For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Local Body Election: સુરત ભાજપના 600 કાર્યકર્તા આપમાં થયા શામેલ, કાર્ડ ફેંક્યા

સુરતમાં લગભગ 600 કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો પાલવ પકડી લીધો છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આ વખતે આમ આદમી પાર્ટીએ સ્થાનિક નગર નિગમની ચૂંટણીમાં પગ મૂક્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ સાર્વજનિક રેલીઓને સંબોધિત કરવાનુ શરૂ કરી દીધુ છે. બીજી તરફ આપને પણ લોકોનો સહયોગ મળી રહ્યો છે. સુરતના પાસોદડા વિસ્તારમાં ભાજપ પેજના અધ્યક્ષો સહિત લગભગ 600 કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો પાલવ પકડી લીધો છે. ભાજપ અધ્યક્ષના કાર્ડને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પગ નીચે કચડ્યા. પેજ અધ્યક્ષોએ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરીને પોતાના કાર્ડ રસ્તા પર ફેંકી દીધા.

AAP

આ કાર્યકર્તાઓને પેસોડા ગામના સરપંચ રાજેન્દ્ર વાસની અને વિશ્વ હિંદુ પરિષદના નેતા સંજય રાદડિયા શામેલ છે. ભાજપે સ્થાનિક નગર નિગમની ચૂંટણી જીતવા માટે પેજ અધ્યક્ષની રચના કરી. પરંતુ ભાજપ સુરતમાં એ પેજના અધ્યક્ષના પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં શામેલ થવાની સમસ્યા ઉભી થઈ ગઈ છે. જનતાને સંબોધિત કરીને ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે આઝાદીના આટલા વર્ષો બાદ આવેલી કોઈ પણ પાર્ટીએ દેશના લોકોને વોટ અને પૈસા લીધા બાદ એટલી હદ સુધી છેતર્યા કે હવે એક ઈમાનદાર વ્યક્તિ પર ભરોસો કરવા માટે પણ લોકો હજાર વાર વિચારે છે.

એવામાં આપણે હવે આમ આદમી પાર્ટીની જરૂર છે. લોકોને પાણી, સરકારી બસો અને સરકારી સ્કૂલો માટે આંદોલન કરવુ પડે છે. ગોપાલ ઈટાલિયાએ આગળ કહ્યુ કે અહીં ગાંધીનગરમાં જિલ્લા પંચાયતમાં નિગમમાં દરેક જગ્યાએ બેઈમાનો બેઠા છે. આપણે આંદોલન કરવુ પડશે. દિલ્લીમાં કેજરીવાલા 5 વર્ષના શાસનમાં કોઈને અરવિંદ કેજરીવાલ સામે પડતા જોયા છે? ભાજપ દિલ્લીના વિરોધમાં છે. વિપક્ષ દિલ્લીમાં પણ વિરોધ પ્રદર્શન કરવાની જગ્યા શોધી રહ્યુ છે.

ગુજરાત સરકારમાં એક પણ વ્યક્તિમાં મંચ પર ઉભા રહીને સ્કૂલ વિશે વાત કરવાની તાકાત નથી. કોઈનામાં પણ પોતાની સરકારી હોસ્પિટલ વિશે ખુલીને બોલવાની હિંમત નથી કરી. ગુજરાત અને દેશના ઈતિહાસમાં પહેલી વાર આમ આદમી પાર્ટીએ ચૂંટણીના બદલામાં ગેરેન્ટી કાર્ડ જાહેર કર્યા છે. પહેલી ગેરેન્ટી અમે શિક્ષણ માટે આપી છે. નિગમની સ્કૂલોનુ આધુનિકીકરણ કરવામાં આવશે. એક ગેરેન્ટી એ છે કે સુરતમાં સ્મીમેક હોસ્પિટલની જેમ જ એક સરકારી કૉલેજ અને એક પૉલિટેકનિક કૉલેજ બનાવવામાં આવશે. ગોપાલ ઈટાલિયાએ કહ્યુ, 'હું આમ આદમી પાર્ટીમાં શામેલ થવા માટે તમારુ સ્વાગત કરુ છુ અને ખૂબ જ સારો નિર્ણય લેવા માટે આભાર. હવે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તે ખૂબ જ પવિત્ર કામ છે.'

ગહના વસિષ્ઠ બાદ એડલ્ટ ફિલ્મ શૂટ કરનાર ડાયરેક્ટર ગુજરાતથી પકડાયોગહના વસિષ્ઠ બાદ એડલ્ટ ફિલ્મ શૂટ કરનાર ડાયરેક્ટર ગુજરાતથી પકડાયો

English summary
Gujarat Local Body Eletion: 600 BJP workers join AAP in Surat, Page chiefs throws cards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X