For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13.39 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, ગ્રાહકોને ઘરે બોલાવી વેચતો હતો!

નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાંચે કોસાડ સ્થિત એક ફ્લેટમાં દરોડો પાડી 13.39 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે તેના ઘરમાંથી 3.38 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાંચે કોસાડ સ્થિત એક ફ્લેટમાં દરોડો પાડી 13.39 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે તેના ઘરમાંથી 3.38 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કોસાડ હાઉસિંગ બિલ્ડિંગ B/193માં રહેતો મુસ્તાક પટેલ ઉર્ફે STD ગુપ્ત રીતે ડ્રગ્સનું વેચાણ કરતો હતો.

MD drugs

તે પોતાના ગ્રાહકોને પોતાના ઘરે બોલાવતો હતો. એમડીની નાની નાની પડીકીઓ બનાવીને વેચતો હતો. બાતમીદાર પાસેથી તેના વિશે માહિતી મળતા પોલીસ ટીમે તેના ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન તેના ફ્લેટમાંથી 133.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. જેની કિંમત 13 લાખ 39 હજાર 500 રૂપિયા જણાવવામાં આવી છે.

આ સાથે પોલીસને ડ્રગ્સના વેચાણ માટે 3.38 લાખ રૂપિયાની રોકડ પણ મળી હતી. આ ઉપરાંત ડ્રગ્સના વજન માટેના વજ કાંટા, નાના પાયે ત્રણ મોબાઈલ ફોન અને પેકિંગ સામગ્રી મળી આવી હતી. આ અંગે પોલીસે કેસ નોંધીને મુસ્તાકની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે શિવા નામનો વ્યક્તિ તેને MD ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ આપતો હતો. પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર તેની શોધ શરૂ કરી છે.

પોલીસે જણાવ્યું કે આરોપી મુશ્તાક પોતે ડ્રગ્સનો બંધાણી છે અને છેલ્લા ચાર વર્ષથી છુપી રીતે ડ્રગ્સ વેચતો હતો. શરૂઆતમાં તે પોતાના ઉપયોગ માટે શિવાની પાસેથી એમડી ડ્રગ્સ લેતો હતો. પછી તેને અન્ય લોકોને વેચવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તેણે પોતાના ઘણા ગ્રાહકો બનાવી લીધા.

English summary
One arrested with MD drugs worth Rs 13.39 lakh, calling customers home and selling them!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X