For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતંગના દોરાથી પક્ષીઓને બચાવવા માટે સુરતના ઢોકળા વેપારીને PETA એવોર્ડ!

PETA ઈન્ડિયાએ ગુજરાતના સુરતમાં એક ખમણ વિક્રેતાને માંઝા અથવા નાયલોન દોરાનો ઉપયોગ કરતા રોકવાની તેમની પહેલ બદલ અનેક પક્ષીઓના જીવ બચાવવા બદલ ઈનામ આપ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત, 26 જાન્યુઆરી : PETA ઈન્ડિયાએ ગુજરાતના સુરતમાં એક ખમણ વિક્રેતાને માંઝા અથવા નાયલોન દોરાનો ઉપયોગ કરતા રોકવાની તેમની પહેલ બદલ અનેક પક્ષીઓના જીવ બચાવવા બદલ ઈનામ આપ્યું છે. પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા ઈન્ડિયા) એ જણાવ્યું કે, ચેતન પટેલે 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ ફેલાયેલા એક કિલોગ્રામ માંજાના બદલામાં એક કિલો ખમણ આપવાની ઓફર કરી હતી. પટેલ સુરત શહેરના વેસુ વિસ્તારમાં 'જય ગોપીનાથ ખમણ અને લોચો'ના માલિક છે.

bird rescue

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ 'જય ગોપીનાથ ખમણ અને લોચો'ના માલિક પટેલને તાજેતરમાં પ્રમાણપત્ર તરીકે "હીરો ટુ એનિમલ્સ એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો. PETA ઈન્ડિયાના એડવોકેસી એસોસિએટ ફરહત ઉલ ઈને જણાવ્યું કે, "ઘણા લોકો અને હજારો પક્ષીઓ દર વર્ષે જ્યારે ઝાડ, પાવર લાઈનો અથવા ઈમારતોમાં ફસાઈ જાય છે ત્યારે ઘાયલ થાય છે અથવા જિંદગી ગુમાવે છે.

PETA ઇન્ડિયાએ જણાવ્યું કે પટેલની પહેલે સૌ માટે કરુણાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. દોરામાં ફસાઈ જવાને કારણે પક્ષીઓની પાંખો અને પગ કપાઈ જાય છે અને ઘણા ઉડવા માટે લાચાર બની જાય છે.

ઉલ્લેખનિય છે કે ગુજરાત સહિત ભારતમાં ઉતરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં પક્ષીઓ દોરાને કારણે મોતને ભેટે છે. ત્યારે પેટાની આ પહેલ લોકોને પ્રેરિત કરશે.

English summary
PETA award to Dhokla trader of Surat for saving birds from kite string!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X