For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ સુરતમાં 200 કરોડના ખર્ચે બનનારી હૉસ્ટેલનુ ભૂમિ પૂજન કરી કહ્યુ - આનાથી યુવાનોને નવી દિશા મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કરાવવામાં આવી રહેલ એક હૉસ્ટેલના નિર્માણ કાર્ય માટે ભૂમિ પૂજન કર્યુ.

|
Google Oneindia Gujarati News

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા કરાવવામાં આવી રહેલ એક હૉસ્ટેલના નિર્માણ કાર્ય માટે ભૂમિ પૂજન કર્યુ. હૉસ્ટેલ ફેઝ-1 (બૉય્ઝ હૉસ્ટેલ)ના ભૂમિ પૂજન સમારંભનુ ઉદ્ઘાટન કરીને પીએમ મોદીએ કહ્યુ કે શિક્ષણના ક્ષેત્રમાં આ પહેલા઼થી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવાનોને એક દિશા આપશે અને તેમના સપનાને પૂરા કરવામાં મદદ કરશે.

સુરતમાં બની રહી છે બૉય્ઝ હૉસ્ટેલ

સુરતમાં બની રહી છે બૉય્ઝ હૉસ્ટેલ

પ્રધાનમંત્રીએ કહ્યુ કે આ પ્રોજેક્ટ વિશે મને જણાવવામાં આવ્યુ છે કે બૉય્ઝ હૉસ્ટેલના બંને તબક્કાનુ નિર્માણ કાર્ય વર્ષ 2024 સુધીમાં પૂરુ થઈ જશે. તેમણે કહ્યુ કે આ ખુશીની વાત છે કે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા છાત્રાવાસનનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. છાત્રાવાસ હોવાથી વિદ્યાર્થીઓની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. શિક્ષણના ક્ષેત્રમાં આવી પહેલથી યુવાનોને એક નવી દિશા મળશે અને તેમના સપનાને પૂરા કરવામાં મદદ મળશે.

વીડિયો કૉનફરન્સિંગ દ્વારા કર્યુ ભૂમિ પૂજન

વીડિયો કૉનફરન્સિંગ દ્વારા કર્યુ ભૂમિ પૂજન

ખાસ વાત એ છે કે મોદી ખુદ સુરત નથી ગયા પરંતુ તેમણે પોતાના કાર્યાલયમાંથી જ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી રહેલ બૉય્ઝ હૉસ્ટેલ ફેઝ-1ના ભૂમિ પૂજનમાં ભાગ લીધો. હૉસ્ટેલ ફેઝ-1(બૉય્ઝ હૉસ્ટેલ)ના ભૂમિ પૂજન સમારંભના ઉદ્ઘાટન દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જ સંબોધન પણ કર્યુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવીને કહ્યુ કે અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે. જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હૉસ્ટેલ તેમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનુ પુણ્ય મને મળ્યુ એનો પણ હું આભાર માનુ છુ. આ પ્રસંગે પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યુ કે હું તેમને છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ઓળખુ છુ. તેઓ ખૂબ ઓછુ અને મધુર બોલે છે. તેઓ ખૂબ મહેનતુ છે અને જે કામ કરે છે એ પાક્કુ કરે છે.

English summary
PM Narendra Modi Bhoomi Poojan ceremony of Boys' Hostel in Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X