સુરતઃ કોરોનાના દર્દીઓ માટે મ્યૂકોરમાઇકોસિસ બન્યો ખતરો, 8 લોકોની આંખ કાઢવી પડી
સુરતઃ કોરોનાના દર્દીઓ માટે મ્યૂકોરમાઇકોસિસ બન્યો ખતરો, 8 લોકોની આંખ કાઢવી પડી
એક તરફ જ્યાં દેશમાં કોરોનાના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી તરફ કોરોનાના દર્દીઓ માટે વધુ એક ખતરો પેદા થઈ ગયો છે. સમયસર કોરોનાનો ઈલાજ ના મળવાના કારણે કેટલાક દર્દીઓની આંખ કાઢવી પડી રહી છે. કોરોના બાદ દર્દીઓમાં મ્યૂકોરમાઈકોસિસ (Mucormycosis)નો ખતરો એટલો વધી ગયો છે કે તેમનો જીવ પણ જોખમાઈ રહ્યો છે. સુરતમાં 15 દિવસમાં આવા 40થી વધુ કેસ સામે આવ્યા છે, જેમાંથી 8 દર્દીઓની આંખો કાઢવી પડી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તેજીથી વધી રહી છે. દર્દીઓને બેડ નથી મળી રહ્યા અને ઑક્સીજનની કમી પણ સમસ્યા ઉભી કરી રહી છે. સ્વાસ્થ્ય સેવાઓ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે, જેને પગલે કોરોના દર્દીઓ હોસ્પિટલની બહાર જ મૃત્યુ પામી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે એક નવી બીમારીએ લોકોની મુસિબત વધારી દીધી છે. આ બીમારી એટલી ખતરનાક છે કે સમયસર તેનો ઈલાજ ના થવા પર દર્દીની આંખ કાઢવી પડે છે, નહિ તો તેમનું મોત થઈ જાય છે. આ નવી બીમારીનું નામ મિકોર માઈકોસિસ જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો
- કોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા
- વડોદરાના હાલોલમાંથી મળી આવ્યુ ચીપ ફિટ કરેલુ શંકાસ્પદ કબૂતર
- કોરાનાથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદમાં રેલવે કોચ બન્યા કોવિડ કેર સેન્ટર, હવે દર્દીઓ થઈ શકશે ભરતી
- ગુજરાતમાં લૉકડાઉન લાગશે? સુરતથી હજારો શ્રમિકોએ પલાયન ચાલુ કર્યું
ડૉક્ટર્સ મુજબ મ્યૂકોરમાઈકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જે નાક અને આંખથી થઈ મગજ સુધી પહોંચી જાય છે અને દર્દીના મોતનું કારણ બને છે. પાછલા વર્ષે કોરોનાના પહેલા તબક્કામાં આ બીમારી વિશે જાણકારી નહોતી મળી શકી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં આવા પ્રકારના કેસ વધતા જઈ રહ્યા છે. પહેલા કોરોના દર્દી આંખ અને માથાના દુખાવાને હળવાશમાં લઈ રહ્યા હતા પરંતુ આ વખતે તેની અસર ખુબ વધુ જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
