For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાના હાલોલમાંથી મળી આવ્યુ ચીપ ફિટ કરેલુ શંકાસ્પદ કબૂતર

વડોદરામાં એક કંપનીના પરિસરમાંથી ચીપ ફિટ કરેલ એક કબૂતર શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યુ.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક ગોપીપુરા ખાતે આવેલી એક કંપનીના પરિસરમાંથી ચીપ ફિટ કરેલ એક કબૂતર શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યુ. કબૂતરના બે પગમાં વિદેશી ભાષાના લખાણ, કોડીંગ સાથેની રીંગ ઉપરાંત માઈક્રો ડિવાઈસ ચિપ લગાવેલી દેખાતા વનવિભાગના અધિકારીઓએ કબૂતર કબ્જે કરીને કાર્યવાહી શરૂ કરી હતી. વનવિભાગ, પોલિસ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વેટરનરી ડૉક્ટરે કબૂતરના પગમાંથી ડિવાઈસ અને રીંગ કાઢીને તપાસ માટે ગાંધીનગર, એફએસએલને મોકલી આપ્યુ હતુ.

pigeon

ગુજરાત સોસાયટી ફૉર પ્રીવેન્શન ઑફ ક્રૂઅલ્ટી ટુ એનીમાલ્સ(GSPCA)ના ફાઉન્ડર રાજ ભાવસારે જણાવ્યુ કે, 'હાલના તબક્કે કબૂતરના પગમાં ટ્રેકિંગ ડિવાઈસ લગાવ્યુ હોય તેનુ શંકા કરી શકાય. એટલે કે એક પગમાં જીપીએસ અને બીજા પગમાં સ્કેનર લગાવેલુ હશે. પરંતુ વિદેશી ભાષામાં લખવામાં આવેલુ હોવાથી પોલિસ દ્વારા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કોઈ જાસૂસીના ઈરાદે કબૂતર આવ્યુ છે કે શું તે વિશે પણ ખાતરી કરવાની જરૂર છે. હાલમાં તો ગરમીના કારણે કબૂતરની તબિયત બગડી હશે અથવા તો કોઈ ગીધ જેવુ પક્ષી તેને શિકાર કરવા આવ્યુ હશે એટલે તે ગભરાઈને પડી ગયુ હોય તેમ લાગે છે.'

અમદાવાદથી રેમડેસિવિર લાવી રહેલા વિમાનનુ ક્રેશ લેડિંગ, 3 ઘાયલઅમદાવાદથી રેમડેસિવિર લાવી રહેલા વિમાનનુ ક્રેશ લેડિંગ, 3 ઘાયલ

English summary
Vadodara: Chip fited doubtful pigeon caught in Halol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X