For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં કડોદરા GIDCમાં ભીષણ આગ, એકનુ મોત, 15થી વધુ લોકો દાઝ્યા

સુરતમાં કડોદરા જીઆઈડીસીમાં વિવા પેકેજિંગ કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ સુરતમાં કડોદરા જીઆઈડીસીમાં વિવા પેકેજિંગ કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દૂર્ઘટનામાં એક કર્મચારીનુ મોત નીપજ્યુ છે. આગને કાબુમાં લેવા 10થી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગથી બચવા માટે કામ કરતા મજૂરો જીવ બચાવવા બિલ્ડિંગ કૂદતા જોવા મળ્યા હતા. આગની માહિતી મળતા પોલિસના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકા મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

fire

ઘટના આજે સવારે પરોઢિયે બની હતી. ઘટના સમયે બિલ્ડિંગમાં 125 લોકો હતા જે તમામને ફાયર વિભાગે બચાવી લીધા છે. એક વ્યક્તિએ જીવ બચાવવા માટે કૂદકો મારવાના કારણે તેનુ મોત નીપજ્યુ છે. 20થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. 15 જણાને સુરતની સ્વિમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતની કડોદરા જીઆઈડીસીમાં વિવા પેકેજિંગ કંપનીમાં પાંચમાં માળે આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરીને કામદારોને બચાવ્યા હતા. માહિતી મુજબ ભીષણ આગની ઘટના બાદ અફડાતફડીને માહોલ સર્જાયો હતો. કામદારોએ બચવા માટે ભાગદોડ કરી હતી. ઘણા લોકો છત પર જોવા મળ્યા હતા જ્યાંથી તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવી હતી. ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે આગને કાબુમાં લેવા માટે પહોંચી ગઈ હતી. ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સુરતના મેયર હેમાલી બોગાવાલાએ કહ્યુ કે મને સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગની ઘટનાના સમાચાર મળ્યા હતા અને હું તરત જ ઘટના સ્થળે રવાના થઈ હતી. હાલમાં આગ કાબુમાં છે અને ત્યાં જેટલા લોકો હતા તે તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.

English summary
Surat: Fire broke out in Kadodra GIDC, one died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X