For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ બેડ, ICU અને વેંટિલેટર બાદ હવે શબવાહિનીની ખપત, જાણો સુરતના હાલ

સુરતઃ બેડ, ICU અને વેંટિલેટર બાદ હવે શબવાહિનીની ખપત, જાણો સુરતના હાલ

|
Google Oneindia Gujarati News

પાછલા એક અઠવાડિયામથી સુરતમાં કોરોનાવાયરસના મામલા તેજીથી વધ્યા છે. હોસ્પિટલના બેડ, ઓક્સિઝન સિલિન્ડર, વેંટિલેટર, દવા અને 108 એમ્બ્યુલન્સની પણ કમી થઈ ગઈ છે. ચારેય તરફથી ઈલાજ ના મળી શકવાના કારણે દર્દીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ઈલાજના અભાવના સમાચારની વચ્ચે હવે મડધાઘરની ગાડીઓ પણ પૂરી ના પડી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

ડાયમંડ સિડીમાં મૃદેહને લઈ જવા માટે શબવાહિની પણ ઓછી પડી રહી છે અને એક-એક વાહનમાં 7-8 મૃતદેહને એકસાથે ભરવામાં આવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે તેમણે આવા પ્રકારના હાલાત ક્યારેય નથી જોયા.

24 કલાક વ્યસ્ત છે શબવાહિની

24 કલાક વ્યસ્ત છે શબવાહિની

સરકાર અને એનજીઓ વેન વિવિધ હોસ્પિટલોથી મૃતદેહ ટ્રાંસફર કરવામાં વ્યસ્ત છે, જ્યારે ઘર પર જ મૃત્યુ પામનારને અંગત વાહનોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે કેમ કે કોઈપણ મડદાંઘરમાં વેન ઉપલબ્ધ નથી. પહેલાં એક ફોન કોલ પર મડદાંઘર વેન ઉપલબ્ધ થઈ જતી હતી પરંતુ હોસ્પિટલમાં મોતની સંખ્યા વધવાના કારણે હવે આ વેન ચોવ્વિસ કલાક વ્યસ્ત છે.

સ્મશાન બહાર પણ ઈંતેજાર કરવો પડી રહ્યો છે

સ્મશાન બહાર પણ ઈંતેજાર કરવો પડી રહ્યો છે

સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશનના એક મડદાંઘર વેન કુરુક્ષેત્ર સ્મશાનમાં સાત મૃતદેહને એકસાથે લઈને પહોંચી. મૃતદેહ બૉડી બેગમાં પેક કરાયા હતા. તમામ મૃતદેહ વેનમાં જ પડ્યા રહ્યાં. એક કલાક બાદ અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં કેમ કે અંતિમ વિધિ માટે ગેસ ખાલી નહોતો.

સંબંધીઓ અને પરિજનોને બેસવાની જગ્યા નથી

સંબંધીઓ અને પરિજનોને બેસવાની જગ્યા નથી

અગાઉ આ શબવાહિનીમાં વચ્ચે મૃતદેહ રાખવાની જગ્યા હોતી હતી અને આસપાસ બેસવા માટે લાંબી બેંચ લગાવી રાખેલી હતી જેમાં મૃતકના પરિવાર અને સંબંધીઓ બેસતા હતા. હવે આ સીટ હટાવી દેવામાં આવી છે અને વાહનોને સંપૂર્ણપણે મૃતદેહ રાખવામાં માટે બનાવવામાં આવ્યાં છે. આ વાહનોમાં એક વારમાં જેટલા મૃતદેહ ભરી શકાય તેટલાં લાવવામાં આવી રહ્યાં છે જેથી વધુમાં વધુ મૃતદેહ સ્મશાન પહોંચાડી શકાય.

એક ટ્રિપમાં વધુમાં વધુ મૃતદેહ લઈ જવાનું પ્રેશર

એક ટ્રિપમાં વધુમાં વધુ મૃતદેહ લઈ જવાનું પ્રેશર

નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ એક શબવાહિની ચાલકે જણાવ્યું કે અમે માત્ર આદેશનું પાલન કરી રહ્યા છે. એક દિવસમાં આટલાં બધાં લોકો મરી રહ્યા છે અને હરેક ટ્રિપમાં વધુમાં વધુ મૃતદેહ લઈ જવા જરૂરી છે.

Covid-19: સ્પુતનિક-વી, કોવિશીલ્ડ, કોવેક્સીન, ત્રણેય વેક્સીનમાં શું તફાવત છે? જાણોCovid-19: સ્પુતનિક-વી, કોવિશીલ્ડ, કોવેક્સીન, ત્રણેય વેક્સીનમાં શું તફાવત છે? જાણો

English summary
Surat: there isn't enough morgue van to to carry the dead body
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X