સુરત: પીપી સવાણી ગ્રૂપ આ વખતે 2 મુસ્લિમ સહિત 111 દીકરીઓના કરાવશે લગ્ન, હનૂમીન માટે કુલ્લી મનાલી મોકલશે
હજારો દીકરીઓના પાલક પતિ એટલે સુરતના મહેશ સવાણી, અત્યાર સુધી મહેશ સવાણીએ 12 વર્ષમાં 5000 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે, ત્યારે ફરી એક વખત સુરતના પી પી સવાણી ગ્રૂપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 111 પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. આ લગ્નોત્સવમાં 2 મુસ્લિમ દીકરીઓના લગ્ન પણ સામેલ છે.
સુરતમાં યોજાનારા આ લગ્નોત્સવમાં બે મુકબધીર, 2 મુસ્લિમ દીકરી સહિત 111 દીકરીઓના લગ્ન થશે. મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તરપ્રદેશની 39 જ્ઞાતિની કન્યા પ્રભુતામાં પગલા પાડશે. આ સાથે લગ્નમાં આવેલા મહેમાનોને તુલસીના છોડ આપવામાં આવશે અને લગ્નમાં સામેલ દંપતિઓને કુલ્લુ મનાલી હનીમૂન ટ્રીપની ભેટ પણ આપવામાં આવશે.
આ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બીજેપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, રામ કથાકાર મોરારિબાપુ સહિતના દિગ્ગજો હાજરી આપશે.

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાય છે લગ્ન
સમૂલ લગ્ન આયોજક મહેશ સવાણીએ કહ્યું: "દર વર્ષે, ડિસેમ્બરમાં અમે અનાથ મહિલાઓ અથવા સિંગલ પેરેન્ટ્સની દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે 5,274 અનાથ દીકરીના લગ્ન કરાવ્યા છે. આ વર્ષે પણ અમે 111 દીકરીઓના લગ્ન કરાવવા જઈ રહ્યા છીએમ. આ વર્ષે નવવધૂઓ ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી છે. તેમાંથી ચાર ખાસ વિકલાંગ છે."
તમામ ખર્ચ ઉઠવાશે સવાણી ગ્રૂપ
લગ્નઉત્સવની માહિતી આપતા મહેશ સવાણીએ ઉમેર્યું : "લગ્નનો તમામ ખર્ચ અમે ઉઠાવીશું અને તે સિવાય તેમના પ્રથમ બાળકના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવવામાં આવશે. પ્રથમ ડિલિવરીનો ખર્ચ પણ અમે ઉઠાવશે. અમારો ઉદ્દેશ્ય એક પિતાની જેમ આ તમામ કન્યાઓ માટે તમામ જવાબદારીઓ લેવાનો છે. "












Click it and Unblock the Notifications
