For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રસીકરણનો આંક 8.9 કરોડને પાર, સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે બંને ડોઝ ફરજિયાત

સુરત મહાનગરપાલિકાએ સરકારી, અર્ધસરકારી અને મ્યુનિસિપલ કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું છે. ગત શનિવારના રોજ સુરતના લોકોને રસીના બંને ડોઝના પ્રમાણપત્રો તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

સુરત : રાજ્યના ઘણા વિસ્તારોમાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 826 નવા દર્દીઓ મળી આવ્યા છે. હવે સક્રિય દર્દીઓની સંખ્યા 4,753 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાએ સરકારી, અર્ધસરકારી અને મ્યુનિસિપલ કચેરીઓમાં પ્રવેશ માટે રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું છે. ગત શનિવારના રોજ સુરતના લોકોને રસીના બંને ડોઝના પ્રમાણપત્રો તપાસ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

કેસ વધતાં પાલિકાએ કડકાઈ વધારી

કેસ વધતાં પાલિકાએ કડકાઈ વધારી

નોંધનીય છે કે, અત્યાર સુધી રેપિડ, આરટીપીસીઆરને ટેસ્ટ બાદ પણ ઓફિસમાં પ્રવેશવા દેવામાં આવતો હતો. હવે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્ર પણ સાવચેતીના ભાગરૂપે કડક નિયમો બનાવી રહ્યું છે.

અત્યાર સુધી જેમણે સ્વિમિંગ પૂલ, ગાર્ડન, ઝોન ઓફિસ, રિડિંગ રૂમ વગેરેમાં રસી ન લીધી હોય, તેમની પાસે આરટીપીસીઆર પ્રમાણપત્ર અથવા રેપિડ ટેસ્ટનુંપ્રમાણપત્ર હોય તો પણ તેને ગણવામાં આવતું હતું. શનિવારથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બંને ડોઝ ફરજિયાત

બંને ડોઝ ફરજિયાત

સિટી બસ અને બીઆરટીએસ બસ, સેન્ટ્રલ અને ગોપી તાલબ સહિત તમામ ઝોન ઓફિસો અને સાયન્સ સેન્ટરમાં આવેલા 5419 લોકોને બંને ડોઝ લીધા વગર પરતફર્યા હતા તે પરથી પણ સરકારનું સ્ટેન્ડ કેટલું કડક છે, તેનો અંદાજ લગાવી શકાય છે. હવેથી અહીં જવા માટે બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.

રાજ્યના કોરોના આંકડા

રાજ્યના કોરોના આંકડા

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 9 લાખથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી 8,18,896 રિકવર થયા છે.

રવિવારનારોજ રાજ્યભરમાં 141 ડિસ્ચાર્જ થયા હતા. આ સિવાય જો મોતની વાત કરીએ તો આંકડો 10,120 પર પહોંચી ગયો છે. રવિવારના રોજ 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયુંહતું.

English summary
now both doses of vaccine are mandatory for entry in all government office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X