For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં હિજાબ પહેરીને પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થીનીઓનો વિરોધ, 12 VHP કાર્યકરોની ધરપકડ!

સુરતમાં 12 વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યકરોની મંગળવારે એક શાળામાં કેટલીક છોકરીઓ દ્વારા હિજાબ પહેરવાનો વિરોધ કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરતમાં 12 વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યકરોની મંગળવારે એક શાળામાં કેટલીક છોકરીઓ દ્વારા હિજાબ પહેરવાનો વિરોધ કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી. કાપોદરા પોલીસ સ્ટેશનના નિરીક્ષક એમબી રાઠોડે જણાવ્યું કે, વીએચપી કાર્યકરોને શાળાના પરિસરમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હિજાબ પહેરેલી કેટલીક છોકરીઓનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા.

hijab vivad

અધિકારીએ જણાવ્યું કે, હિજાબ પહેરેલી છોકરીઓ સ્કૂલની વિદ્યાર્થિની ન હતી પરંતુ તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવી હતી, જેના માટે સંસ્થા એક સ્થળ હતું. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યી હોવા છતાં ભગવા ખેસ પહેરેલા કાર્યકરોએ શાળામાં વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રિન્સિપાલે પોલીસને જાણ કરી ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

નિરીક્ષકે વધુમાં કહ્યું કે, "અમે શાળાએ પહોંચ્યા અને વિરોધ કરી રહેલા 12 સભ્યોની અટકાયત કરી અને તેમને પોલીસ સ્ટેશન લાવ્યા. વર્ગમાં પરીક્ષા આપતી છોકરીઓ માટે કોઈ અવરોધો ન હતા." વિરોધીઓએ દાવો કર્યો હતો કે છોકરીઓ ગુજરાતને શાહીન બાગમાં ફેરવવાના ષડયંત્રના ભાગરૂપે હિજાબ પહેરીને શાળાએ જઈ રહી હતી.

આ દરમિયાન સુરત કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે કેટલાક જૂથો જાણીજોઈને રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. "ગુજરાતમાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે કેટલાક દક્ષિણપંથી સંગઠનો દ્વારા કાવતરું હોવાનું જણાય છે.

English summary
VHP protested against the students who arrived in Surat to take the exam wearing hijab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X