For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 ફૂટ લાંબો મગર નદીમાંથી ઘૂસી ગયો શહેરમાં, મોઢુ બાંધીને રેસ્ક્યુ ટીમે આ રીતે કર્યો કાબુમાં

વિશ્વામિત્રીનુ જળસ્તર ઘણુ વધી ગયુ છે અને પાણીની સાથે સાથે મગરો પણ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતના વડોદરા જિલ્લામાં વહેતી વિશ્વામિત્રી નદી હવે જોખમના નિશાન પાસે પહોંચી ગઈ છે અને પૂર આવવા સાથે સાથે જ લોકોમાં મગરોનો ડર છવાઈ ગયો છે કારણકે વિશ્વામિત્રી ગુજરાતની એ જ નદી છે જે મગરની ભારે સંખ્યાના કારણે જાણીતી છે. નર્મદામાં પૂરના કારણે વિશ્વામિત્રીનુ જળસ્તર ઘણુ વધી ગયુ છે અને તેનુ પાણી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયુ છે. પાણીની સાથે સાથે મગરો પણ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયા છે.

8 ફૂટ લાંબો મગર પકડ્યો

8 ફૂટ લાંબો મગર પકડ્યો

એક લાંબો-પહોળો મગર અહીં માંજલપુર વિસ્તારમાં દેખાયો. લોકોએ તાત્કાલિક વન્યજીવ વિભાગને ફોન કર્યો. ત્યારબાદ વન્યજીવ વિભાગની ટીમ પોતાના સાધનો લઈને વડોદરાના માંજલપુર વિસ્તારમાં પહોંચી. ટીમે જોયુ કે લગભગ 8 ફૂટ લાંબો મગર ફરી રહ્યો છે. ટીમે રસ્સી અને રબરની નળીઓની મદદથી તેને કાબુમાં કર્યો. મગરના મોઢાને બાંધી દીધુ અને પછી ઘણા લોકોએ તેને ઉઠાવીને વાહનમાં નાખી દીધો. તે બહુ મોટો મગર હતો. જો કે ત પકડાઈ ગયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો.

આ વર્ષે પણ ચિંતાનુ કારણ બન્યો વરસાદ

આ વર્ષે પણ ચિંતાનુ કારણ બન્યો વરસાદ

સ્થાનિક લોકોનુ કહેવુ છે કે ચોમાસાનો વરસાદ શહેરવાસીઓ માટે આ વર્ષે પણ ચિંતાનુ કારણ બની ગયો છે. સતત ઘણા વર્ષોના કારણે અહીં વિશ્વામિત્રી નદીથી કીડા-મકોડા ખાસ કરીને મગરો અમારા ઘરમાં આવી જાય છે. પાણી સાથે મગર રહેણાંક વિસ્તારોમાં પહોંચી જાય છે. એવામાં હવે લોકોને આ રીતની સમસ્યાનો સામનો કરવો પડે છે. વધુ ચિંતાની વાત એટલા માટે છે કારણકે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની વચ્ચેવચ છે.

અહીં મળે છે 10 ફૂટ લાંબા મગર

અહીં મળે છે 10 ફૂટ લાંબા મગર

વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટ લાંબા મગર મળી આવે છે. ગયા વર્ષે એટલે કે 2019માં ભારે વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાઈ ગયુ હતુ. જેના કારણે મોટી સંખ્યામાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી ગયા. બાદમાં તેમને રેસ્કયુ કરીને પકડવામાં આવ્યા અને પાછા વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીઃ કંગનાએ જે કહ્યુ તે પછી તેને મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથીમહારાષ્ટ્રના ગૃહમંત્રીઃ કંગનાએ જે કહ્યુ તે પછી તેને મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી

English summary
8-feet-long crocodile rescued from Vadodara, by Wildlife Department team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X