For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે ભણશે ગુજરાત? ડભોઇના ગામડામાં બાળકો સ્મશાનમાં ભણવા મજબુર

ગુજરાત ગ્રોથ એન્જિન હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા તો એ છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામડાંમાં બાળકોને ભણવા માટે પુરતી વ્યવસ્થા જ નથી. મહત્ત્વની વાત તો એ છે કે ઘણી સ્કૂલના મકાન ઝર્ઝરિત થઈ ગયા છે છતાં તેમાં મોટી

|
Google Oneindia Gujarati News

ગુજરાત ગ્રોથ એન્જિન હોવાના દાવા વચ્ચે વાસ્તવિકતા તો એ છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલાં ગામડાંમાં બાળકોને ભણવા માટે પુરતી વ્યવસ્થા જ નથી. મહત્ત્વની વાત તો એ છે કે ઘણી સ્કૂલના મકાન ઝર્ઝરિત થઈ ગયા છે છતાં તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આવી સ્કૂલેને નવી બનાવવા માટે વૈકલ્પિક વ્યવસ્થા વિના જ સ્કૂલો તોડી નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં બાળકોના ભાવી પર પ્રશ્નાર્થ ઉભા થાય છે. આવી જ સ્થિતિ ડભોઈ તાલુકાના કનાયડા ગામની છે.

Vadodara

ડભોઈ તાલુકાના કનાયડા ગામની શાળાનું મકાન હતું પણ તે ઝર્ઝરિત થી જતાં 18 માસ પહેલાં પ્રાથમિક શાળાનું મકાન ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું. જોકે આટલો લાંબો સમય થઈ જવા છતાં હજુ સુધી સ્કૂલનું કામ શરૂ થયું નથી. વાલીઓઓ માગણી કરી છે કે વહેલી તકે સ્કૂલનું કામ શરૂ કરવામાં આવે. જ્યાં સુધી સ્કૂલના કામ માટેનું મટિરિયલ મોકલવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલીશું નહીં.

છેલ્લા 4 દિવસથી શાળાની માંગ સાથે વાલીઓ તાલુકા પંચાયતની ઓફિસમાં શિક્ષણ વિભાગ અને વડોદરા જિલ્લા પંચાયત સહિત વિવિધ જગ્યા પર આવેદન પત્રો આપ્યાં છે. તેઓ ઇચ્છે છે કે જેમ બને તેમ વહેલી તકે બાળકો માટે શાળા બનાવવામાં આવે. વાલીઓએ ત્યાં સુધી કહ્યું છે કે શાળા નહીં બને ત્યાં સુધી બાળકોને સ્કૂલે નહીં મોકલીએ.

ગામની સ્કૂલમાં ધોરણ 1થી 7ના 196 વિદ્યાર્થીઓ છે તેનું ભાવિ અંધારામાં છે. સ્કૂલ તોડી પડાયાના અત્યાર સુધીમાં કોઈ અધિકારી કે નેતા તપાસ માટે આવ્યા નથી. બાળકો શાળા વિના 18 માસથી જુદી જૂદી જગ્યાએ ખાનગી ઓરડાઓ તેમજ સ્મશાનમાં અને કબ્રસ્તાનના સેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

English summary
In Dabhoi's village, children are forced to study in the cemetery
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X