For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોટાઉદેપુરમાં ફટાકડાના ખરીદ- વેચાણ અને વપરાશને લગતા પ્રતિબંધ જાહેર કરાયા!

ઈકોમર્સ વેબસાઈટ અને ઓનલાઈન માધ્યમથી ફટાકડા વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે. ફટાકડાના ઉત્પાદનમાં બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકેલ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

છોટાઉદેપુર જીલ્લા અને શહેરમાં દિવાળીના કે અન્ય તહેવારને ધ્યાનમાં રાખીને તહેવાર નિમિતે ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત તેમજ જાનહાની અને જાહેર જનતાની સલામતીની જાળવણીના ભાગરૂપે ફટાકડાના ખરીદ, વેચાણ તેમજ વપરાશ પર કલેકટર દ્વારા કેટલાક પ્રતિબંધ ૧૫ ઓક્ટોબર થી ૧૪ નવેમ્બર દરમ્યાન મુકવામાં આવ્યા છે.

vadodara

સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમીશન ઉત્પન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર તેમજ ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

ઈકોમર્સ વેબસાઈટ અને ઓનલાઈન માધ્યમથી ફટાકડા વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે. ફટાકડાના ઉત્પાદનમાં બેરીયમના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકેલ છે. દિવાળીના તહેવારોમાં ફટાકડા રાત્રે ૮ થી રાતે ૧૦ કલાક સુધી જ ફોડી શકાશે.

અધિકૃત બનાવટવાળા ફટાકડા જ વેચી કે વાપરી શકાશે. હંગામી લાઈસન્સ ન મેળવેલ હોય તેવા કોઈપણ વેન્ડર, લારી ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડા વેચાણ કરતા માલુમ પડશે તો તેમના ઉપર એક્સ્લોઝીવ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વિદેશી બનાવટના ફટાકડાનું ગેરકાયદેસર આયાત, સંગ્રહ કે વેચાણ કરી શકાશે નહિ.

આ ઉપરાંત શહેરી વિસ્તાર, બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ. પી. જી. બોલ્ટીંગ પ્લાન્ટ, ગેસના સ્ટોરેજ, જાહેર રસ્તાઓ, સળગી ઉઠે એવા અન્ય સ્થળોએ તેમજ શાળાઓ, કોલેજો જેવા વિસ્તારોના ૧૦૦ મીટર પાસેના વિસ્તારોને સાઈલન્ટઝોન તરીકે ગણવામાં આવશે. આવા વિસ્તારોમાં દારૂખાનું ફોડી શકાશે નહીં.

English summary
Prohibition on buying and selling of firecrackers announced in Chotaudepur!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X